Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

પોકેટ કોપ તથા સીસીટીવીનો ઉપયોગ કરી જેતપુર, ગોંડલ તથા જુનાગઢમાંથી ચોરી થયેલ ૯ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી ધોરાજી પોલીસ

ધોરાજી, તા., ૨૫: ધોરાજી પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧ર૧૩૦૧૦ર૧૦૯૬૬/૨૦૨૧ આઇ.પી.સી. કલમ ૩૭૯ તા.ર૧/૦૯/૨૧થી ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને ધોરાજી સીટીમાં HAWK-EYE  પ્રોજેકટ  હેઠળ લાગેલ સીસીટીવી કેમેરા તથા જુનાગઢ સીટીમાં VISHWAS  પ્રોજેકટ હેઠળ લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપીની ઓળખાણ થઇ જતા ધોરાજી પો.સ્ટે.ના પો.કોન્સ. અરવિંદસિંહ જાડેજા  તથા પો.કોન્સ. રવિરાજસિંહ જાડેજાને હકિકત મળેલ કે આ મોટર સાયકલ ચોર ધોરાજી વિસ્તારમાં આવેલ છે જેથી હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે મળી આવતા પોકેટ કોપનો ઉપયોગ કરી તપાસ કરતા આ મોટર સાયકલ ચોરી કરેલનું જણાતા અટક કરી પુછપરછ કરતા અન્ય ચોરી કરેલ ૮ મો.સા.ની કબુલાત. પકડાયેલ આરોપી  (૧) ભુપતભાઇ નાથાભાઇ મુળીયાસીયા રે. જુનાગઢ આશીર્વાદ શશીકુંજની પાછળ કલેકટર ઓફીસ સામેની સામે શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૩૦૫ મુળ ગામ-ધંધુસર, તા.વંથલીએ કરેલ છે.

આ કામગીરી એચ.એ.જાડેજા પો.ઇન્સ. લાલજીભાઇ મનુભાઇ પો.હેડ કોન્સ. હીતેશભાઇ બાબુભાઇ પો.હેડ. કોન્સ, અરવિંદસિંહ દાનુભા, રવીરાજસિંહ ઘેલુભા, શકિતસિંહ મહાવીરસિંહ, સલમાબેન અબ્બાસભાઇ પો.કોન્સ.એ કરી હતી.

(10:56 am IST)