Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જસદણ શહેરમાં એક સાથે ૨૫ સ્થળે વેકિસનેશન કેમ્પમાં લોકોને રસી અપાઇ

જસદણ : જસદણ શહેર નગરપાલિકા વિસ્તાર માં કોરોના માટે વેકિસનેશન ના અલગ-અલગ એકી સાથે ૨૫ જગ્યાએ કેમ્પ તેમજ ૧૦ જગ્યાએ મોબાઇલ વાન દ્વારા વેકિસનેશન નો કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેના વઘાસીયા વાડીમાં ડો. ભરતભાઇ બોઘરા પ્રદેશ ભાજપ ઉપાઅધ્યક્ષની ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરવામાં આવે તેમજ તેઓએ પોતાના વકતવ્ય માં જણાવેલ કે તારીખ ૧૭ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી થી લઈને તા.૭/૧૦/ મોદી સાહેબે ગુજરાત સરકારના મુખ્યમંત્રી બન્યા પછી વડાપ્રધાન બન્યા આમ ૨૦ વર્ષ થી સતત પ્રજાની સેવા કરે છે તેના સેવા ભાગરૂપે આખા ભારતદેશમાં તમામ નાગરિકોને ખૂબ જ ઝડપથી વેકિસન નો લાભ મળે તે માટે અલગ અલગ પ્રકારની ઉજવણીઓ કેમ્પો તેમજ પ્રચાર પ્રસારથી પ્રજા સુખાકારીના પ્રયત્ન કરવામાં આવે છે તે બાબતે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ડો. રાઠોડ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પોતાના વકતવ્યમાં જણાવેલ કે જસદણ શહેર ગુજરાતમાં તમામ નગરપાલિકાઓમાં વેકેશનમાં સો ટકા કામગીરી કરવા તરફ જઈ રહ્યા છીએ તેમજ આ કાર્યક્રમમાં રસીકરણ માં ઇન્ચાર્જ પંકજભાઈ ચાવનું વેકેશનમાં સારી કામગીરી કરવા બદલ સનમાન કરવામાં આવે આ કાર્યક્રમમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ ખોડાભાઈ ખસિયા જિલ્લાના મંત્રી રમાબેન મકવાણા તેમજ જિલ્લા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ હરેશભાઈ હેરભા, લદ્યુમતી મોરચા જિલ્લાના અધ્યક્ષ અલાઉદ્દીન ભાઈ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો અશોકભાઈ મહેતા તથા ચંદુભાઈ કચ્છી નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન એમજ ઉપપ્રમુખ દિપુભાઇ ગીડા તેમજ પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશ ભાઈ વઘાસિયા ચૂંટાયેલા તમામ સદસ્ય તેમજ જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી મહામંત્રી મુકેશભાઈ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી શહેરના અલગ-અલગ મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ જસદણ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખશ્રી અશોકભાઈ આર.ધાધલ તથા જસદણ પ્રાંત અધિકારી શ્રી પી. જે. ગલચર, મામલતદાર ઝાલા, નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી તેમજ જસદણ શહેરના આગેવાન કાર્યકર્તાઓ સરકારી કર્મચારીઓ વગેરે જહેમત ઉઠાવી જસદણ શહેર કોરોના મુકત કરવા માટે સો ટકા કામગીરી પૂર્ણ કરવાના લક્ષ સાથે આજનો કાર્યક્રમ યોજવામાં આવેલ આ કાર્યક્રમના સફળ બનાવવા માટે શહેર ભાજપ નગરપાલિકા આરોગ્યની ટીમ પ્રાંત કચેરીની ટીમ તેમજ મામલતદાર કચેરીની ટીમ પોલીસ ડિપાર્ટમેન્ટ વગેરે સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવેલ કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ચાવ દ્વારા કરવામાં આવેલ હતું.

(10:12 am IST)