Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

નરેન્દ્રભાઈએ હમેશાં સ્ત્રી સશક્તિકણને પ્રાધાન્ય આપ્યું છે: ડો. નીમાબેન આચાર્ય

વિધાનસભાનું અધ્યક્ષપદ મારા માટે ગૌરવસમાન- નીમાબેન, વ્યવસાયે તબીબ અને ૫ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા નીમાબેન આચાર્ય કસાયેલા રાજકીય આગેવાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: ડો. નીમાબેન આચાર્ય રાજ્યના પ્રથમ મહિલા સ્પીકર બન્યા છે. કચ્છના ભુજ વિધાનસભા મત વિસ્તારમાંથી ચુંટાયેલા ડો. નીમાબેન આચાર્યએ  વિધાનસભા અધ્યક્ષ તરીકેની વરણી બાદ પોતાની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના કારણે જ આ શક્ય બન્યું છે. લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર તરીકે સુમિત્રા મહાજન, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ અને હવે વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર તરીકે મારી વરણી કરાઈ એ દર્શાવે છે કે, નરેન્દ્રભાઈએ હમેશાં સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપ્યું છે.  વ્યવસાયે તબીબ ડો. નીમાબેન આચાર્ય ૫ ટર્મ ધારાસભ્ય રહ્યા છે, વિધાનસભાની વિવિધ સમિતિઓમાં રહી ચૂક્યા હોઈ રાજકીય ક્ષેત્રે દીર્ઘ અનુભવ ધરાવે છે. કચ્છમાં તેઓ એવા એક માત્ર નેતા છે, જેઓ અલગ અલગ મત ક્ષેત્ર અંજાર, અબડાસા અને ભૂજમાંથી ચૂંટાઈ ચૂક્યા છે. રાજ્યના વિધાનસભા અધ્યક્ષ તરીકે કચ્છમાંથી અગાઉ કુંદનભાઈ ધોળકિયા તેમ જ ધીરુભાઈ શાહ વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે. ડો. નીમાબેન આચાર્ય કચ્છમાંથી સ્પીકર બનનાર ત્રીજા નેતા છે.

(11:47 am IST)