Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ગુજરાતમાં ફરજ બજાવતી આશા વર્કરોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી

મોરબી જીલ્લા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન.

મોરબી :  ગુજરાત રાજ્યમાં કાર્યરત ૪૦ હજારથી વધુ આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોએ જીલ્લા કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પાઠવી વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી છે

ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે રાજ્યના આશા વકાર અને ફેસીલીએટર બહેનોએ કોરોના મહામારીમાં જોખમી કામગીરી કરી છે જેમાં વેક્સીનેશન, ટેસ્ટીંગ, સર્વે સહિતની કામગીરી કરી છે અને કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવાને બદલે સરકારે પીડા આપી છે
આશા વર્કરોની માંગણીઓ
• કોવીડ કામગીરીના સતત આખા દિવસની સેવા માટે આશાને માત્ર દૈનિક રૂ ૩૩ અને ફેસીલીએટરને દૈનિક રૂ ૧૭ અપાય છે જે મશ્કરી સમાન છે એરીયર્સ સાથે રૂ ૩૦૦ દૈનિક ચુકવવા
• આશા, આંગણવાડી અને ફેસીલીએટર બહેનોને કોરોનામાં મધ્યપ્રદેશ, દિલ્હી અને કેરાળા તેમજ મહારાષ્ટ્ર જેમ વોરીયર્સ જાહેર કરી રૂ ૧૦,૦૦૦ વિશેષ કોરોના માનદ વેતન જાહેર કરવું
• આશા ફેસીલીએટરને વીમા કવચમાં સારવાર કોરોનટાઈન ખર્ચ સમાવેશ કરવો અને આંગણવાડી વર્કર અને હેલ્પરને વીમાનું સુરક્ષા કવચ આપવું.

(10:15 pm IST)