Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ચોમાસા દરમિયાન સોમનાથ જિલ્લામાં ૧૮ લોકોનાં મોત

સોમનાથની ધરતી પર વર્ષાઋતુએ વિરામ લીધો : ખેતરોમાં પાણી ભરાતાં પાકનું મોટાપ્રમાણમાં નુકસાન

સોમનાથ,તા.૨૫ : ગીર સોમનાથ મહાદેવની ધરતી ઉપરથી ચોમાસાની સીઝન હવે બિસ્તરા પોટલા સંકેલી ધીમે ધીમે વિદાય લગભગ લઈ જ લીધી છે. આ વરસના વરસાદની પેર્ટન એવી હતી કે વીજળીના કડાકા ભડાકા સૂસવાટાને બદલે ધીમે ધીમે પણ વરસાદે સારો સ્કોર કર્યો છે. ઉનામાં ૧૨૭૧, કોડીનારમાં ૧૫૦૬, ગીર ગઢડા,માં ૧૪૧૩, તાલાલામાં ૧૭૯૧, વેરાવળમાં ૧૩૪૫, સુત્રાપાડામાં ૧૫૭૮ વર્ષ ૧૯૭૪થી એટલે કે ૪૭ વરસમાં વેરાવળમાં સૌથી અને સૌથી વધુ વરસાદ ૨૦૦૯માં ૧૮૫૫ મીમી પડ્યો હતો. જે નવ વરસ બાદ આ વરસે ૧૩૪૫ મીમી પડેલ છે. જીલ્લાના નાના-મોટા તમામ જનજીવન સીંચાઈ અને વન્યપ્રાણીની જીવાદોરી સમા તમામ ડેમો ભરપુર-ચીકકાર છલોછલ ભરાઈ ગયેલ છે.

              સમગ્ર વરસાદી સીઝનમાં માછીમારી કરવા જતાં ડેમમાં નહાવા જતા કે વરસાદી પૂરમાં પુલ ઓળંગતા કે વરસાદી વીજ કરંટથી જેવી વરસાદી બાબતોથી જીલ્લામાં ૧૮ મોત થવા પામેલ છે. તો વરસાદી પાણી ખેતરોમાં ભરાતા કેટલાક ખેતરોમાં પાક નુકસાની પણ થઈ છે. ડીઝાસ્ટર જીલ્લા વિભાગના ત્રિવેદી તથા ચાવડા સીંચાઈ ડેમ વિભાગના અધિકારીઓ એપી કલસરીયા, એનબી સિંઘલ, પોર્ટ ઓફીસર વીએફ ચૌધરી, ફીસરીઝ એધિકારી તુષાર પુરોહિત એસએન સાયાણી સહિત સંબંધિત  વિભાગોના સ્ટાફે સુંદર સેવા બજાવી અને માહિતી ખાતાએ દર બે કલાકે વરસાદના આંકડા અને ડેમની વિગત નિયમીત આપતી રહી જે જનતા સુધી જાણકારી મળી છે. કોરોનાને કારણે સોમાસામાં આવતા તહેવારો ઉત્સવો મેળાઓ વ્રતો, પવિત્ર શ્રાવણ અધિક માસ સાવ સુકાકાર રહ્યા કોઈ મોજ ન આવી કે દિલ પરોવાણુ અને હવે તો ટીવીના ટચુકડે પડદે છલકાતા ડેમો, પુર, રસ્તાઓમાં ભરાયેલા, પાણીના દ્રશ્યો ઘરે બેઠા જોવા મળતા હોવાથી ચાલુ વરસે નદીઓમાં વહેતા ધૂધવતાં પુરો કે છલકાઈ જતા ડેમો જોવા મેદની કે ભીડ ન થઈ.

(9:39 pm IST)