Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રૂ. ૭૭ લાખની છેતરપીંડીમાં રૂ. પાંચ લાખની રોકડ, ૭ તોલા-સોનું કબ્જે કરાયુ

જુનાગઢ પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ પરેડની તજવીજ

જુનાગઢ તા. રપ :.. રૂ. ૭૭ લાખની છેતરપીંડીમાં જૂનાગઢ તાલુકા પોલીસે આરોપીઓ પાસેથી રૂ. પાંચ લાખની રોકડ તથા ૭ તોલા સોનું કબ્જે કરી અન્ય મુદામાલ રીકવર કરવા આગળની તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકાના ભીયાળ ગામના નયન પ્રવિણભાઇ સોજીત્રાને દિકરા માટેની લાલચ આપી તેની પાસેથી રૂ. ૭૭.૭૦ લાખની માલમતા પડાવી લેવા પાંચ શખ્સોની ઠગ ટોળકીના જુનાગઢ તાલુકા પોલીસ પાસે સાત દિવસનાં રીમાન્ડ પર છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એસ. એન. સગારકા રૂખાનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વઘાસીયા સહિત પાંચ આરોપીને લઇ તેમના વતન મોરબીનાં મકનસર ગામે પહોંચ્યા હતાં.

જયાંથી પોલીસે જાનનાથ સુરમનાથે મેળવેલ રૂ. ૪,૧૧,૯૦૦ ની કિંમતનાં સોનાના દાગીના તેમજ રૂ. પાંચ લાખની રોકડ સહિત કુલ રૂ. ૯,૧૧,૯૦૦ ની કિંમતનો મુદામાલ કર્યો હતો.

આરોપીઓ સાથે પરત જુનાગઢ આવેલા પીએસઆઇ સગારકાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, મામલતદાર સમક્ષ આરોપીઓની ઓળખ પરેડ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને હજુ ર૬ સપ્ટેમ્બર સુધી આરોપીઓ રીમાન્ડ પર હોય તમામ મુદામાલ રીકવર કરવા માટેનાં ચક્રો ગતિમાન કરાયા છે.

(12:56 pm IST)