Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભાવનગર મહિલા કોંગ્રેસ દ્વારા નવા ટ્રાફિકના નિયમમાં ફેર વિચારણા કરવા આરટીઓ કચેરીએ આવેદન આપ્યું

મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર બહેનો રેલી સ્વરૂપે આર.ટી.ઓ કચેરીએ પહોંચ્યા

 

ભાવનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા નવા અમલ થયેલ મોટર વ્હીકલ એકટ અંગે ફેર વિચારણા કરવા, તંત્ર દ્વારા જરૂરી વ્ય્વસ્થા ગોઠવવા બાદ કાયદાનો વ્યવહારૂ રીતે અમલ કરવા અંગે આર.ટી. કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

  મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર બહેનો રેલી સ્વરૂપે આર.ટી. કચેરીએ પહોંચ્યા હતાં અને સુત્રોચ્ચાર કર્યો હતો. મહિલા કોંગ્રેસના આગેવાન બહેનો દ્વારા આર.ટી.ઓના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ટ્્રાફિક અંગેના નવા નિયમની અમલવારી થતાં જરૂરી વ્ય્વસ્થાના અભાવે વાહન ચાલકોને તગડો દંડ ભરવો પડે છે. ઉપરાંણ પાર્કિંગ, હેલ્મેટ સહિતના મુદ્દાઓ અંગે પણ લોકોને પડતી મુશ્કેલી અંગે હકારાત્મક ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.

(12:57 am IST)