Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

બામણબોર પો,સ્ટે,ના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી વેલશી ઉર્ફે વેલકોને સ્ક્વોડ રાજકોટ રેન્જે દબોચી લીધો

 

સુરેન્દ્રનગર જીલ્લાના બામણબોર પો.સ્ટે.માં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને  સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ દ્વારા ઝડપી લેવાયો છે

  રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી, સંદીપ સિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો...શ્રી જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના પો.કોન્સ. રુપકબહાદુર બહોરા, અનીરુધ્ધસિહ જાડેજા, હેઙકોન્સ. કરશનભાઇ કલોતરા નાઓએ બામણબોર પો.સ્ટે. પ્રોહી.ગુરનં. ૫૧૩૯/૧૮ કલમ- ૬૫એફ મુજબના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા વર્ષથી નાસતા-ફરતા આરોપી વેલશી ઉર્ફે વેલકો રાઘવભાઇ ચોહાણ ચીરોડા (ઠાંગા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ચોટીલાઆણંદપરરોડ પરથી ધોરણસર અટક કરી બામણબોર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે

(11:15 pm IST)