Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

દિવાળી પહેલા ગિરનાર રોપ-વેની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા

ગીરનાર રોપ-વે કામગીરીની સમીક્ષા કરાઈ : મંત્રી સાથે સમિતિના સદસ્યો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા

જૂનાગઢ : ગીરનાર પરનો રોપ-વે  ટુક સમયમાં શરુ થઇ જવાના સંકેત મળ્યા છે. ગાંધીનગરમાં યાત્રાધામ પ્રવાસન વિકાસ બોર્ડની  બેઠક મળી હતી. જેમાં ગીરનાર રોપ-વે કામગીરીની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં જૂનાગઢના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ભારતી બાપુ, શેરનાથ બાપુ અને ગિરનાર યાત્રાધામ સમિતિના સદસ્યોએ મંત્રી દવેને કેટલીક રજૂઆતો કરી હતી. હાલમાં રોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. દિવાળી સુધીમાં ગિરનાર રોપ-વેની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે.

યાત્રાધામ વિભાગના રાજ્યમંત્રી વિભાવરી બેન દવેની અધ્યક્ષતામાં બઠક મળી હતી. જે બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આજે રોપ-વેની કામગીરી અંગે પ્રશ્નો લઈ જૂનાગઢના સંતો અને મહંતો સહિત કેટલાક સભ્યો ઉપસ્થિત થયા હતા. બેઠકમાં ગિરનાર પર્વત ઉપર કેટલીક મહત્વની સુવિધાઓ વિશે સમિતિએ સૂચનો કરવામાં આવ્યા છે. સભ્યોએ સુરક્ષાની ચિંતા કરી હતી. રોપ-વેની કામગીરી વહેલીતકે પૂર્ણ કરી અને વહેલીતકે રોપ-વે પ્રોજેક્ટ શરૂ કરાશે. પર્વત ઉપર રોપ-વે જ્યાં પ્રવાસીઓને ઉતારશે ત્યાં કેટલીક પ્રાથમિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જ્યાંથી રોપ-વે અટકશે ત્યાંથી ડોલીવાળા લોકો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢનો રોપ-વે પ્રોજેક્ટ એશિયાનો સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ માનો એક હશે.

(11:14 pm IST)