Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

અમરેલી એસ.ઓ.જી. ટીમે રાજુલાના હીંડોરણા ચોકડી પાસેથી પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી લીધો

રાજુલા તાલુકાના હીંડોરણા ચોકડી પાસેથી પેરોલ જમ્પ થયેલ આરોપી પરેશ ઉર્ફે પાંચોને અમરેલી એસ..જી. ટીમ   દ્વારા ઝડપી લેવાયો છે                 

         અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય,દ્રારા જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા અને ગુનાના કામે નાસતા ફરતા તથા પેરોલ જમ્પ  થયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે  અન્વયે એસ..જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા તથા એસ..જી. ટીમ  રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ખાંભા પો.સ્ટે. ફસ્ટ-૦૭/૨૦૧૫ .પી.કો. કલમ-૩૦૨ વિ. મુજબના ગુન્હાની કામે આજીવન કેદની સજા થયેલ પરેશ ઉર્ફે પાંચો રાજાભાઇ જોગદીયા ( રહે. જુની કાતર તા.રાજુલા) સુરત લાજપોર જેલમાંથી રજા ઉપર  છુટેલ અને બાદ પેરોલ જમ્પ કરેલ છે જે રાજુલા હીંડોરણા ચોકડી પાસે હોવાની હકિકત મળતા બાતમીમાં વર્ણનવાળા આરોપીને ઝડપી પાડેલ છે.                                       

પકડાયેલ આરોપી પરેશ ઉર્ફે પાંચો રાજાભાઇ જોગદીયા (..૨૫ ) ( ધંધો.મજુરી) (  રહે. જુની કાતર તા.રાજુલાવિરૂધ્ધ ખાંભા પો.સ્ટે. ફસ્ટ-૦૭/૨૦૧૫ .પી.કો. કલમ-૩૦૨ વિ.મુજબના ગુન્હાના કામે સજા થયેલ હોય અને તા.૧૯/૦૭/૨૦૧૯ ના રોજ પોતે પેરોલ રજા ઉપર છુટેલ અને તા.૦૩/૦૮/૨૦૧૯ ના રોજ સુરત લાજપોર જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ હાજર થયેલ નહી અને પેરોલ જમ્પ થયેલ જે અંગે રાજુલા પો.સ્ટે. સેકન્ડ ગુ...- ૧૩૦/૨૦૧૯ કેદી અધિનિયમની કલમ-૫૧(A),૫૧(B) મુજબનો ગુન્હો રજી. થયેલ અને  આરોપી અગાઉ પણ પેરોલ રજા પર છુટેલ તે દરમ્યાન તેમના વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે. સેકન્ડ ગણુ...-૨૨/૨૦૧૯ IPC કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(),૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ હતો અને તે ગુન્હાના કામે  પણ નાસતો ફરતો હોય જેને આજરોજ રાજુલા તાલુકાના હિડોરણા ચોકડી પાસેથી પકડી પાડી વધુ તપાસ અર્થે રાજુલા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

  આમ, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ..જી.ના પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા તથા એસ..જી. ટીમે  IPC-૩૦૨ (મર્ડર)ના ગુન્હાના કામે પેરોલ રજા પરથી પેરોલ જમ્પ થયેલ આરોપીને ઝડપી પાડવમાં સફળતા મળેલ છે.

-- 

(11:11 pm IST)