Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પોરબંદરમાં નવેમ્બરમાં કોસ્ટલ હાફ મેરેથોનઃ ઓનલાઇન રજીસ્ટ્રેશનનો પ્રારંભ

પોરબંદર તા.રપ : શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા નવેમ્બર માસમાં દ્વિતીય કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરાયુંછે જેના રજીસ્ટ્રેશનનો પોરબંદરના રાજવીના હસ્તે પ્રારંભ કરાયો હતો આ હાફ મેરેથોનમાં ૩પ૦૦ થી વધુ સ્પર્ધક જોડાવાની ધારણા સંસ્થા દ્વારા વ્યકત કરાઇ છે.

ગત વરસે શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રથમ વખત હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું  રજીસ્ટ્રેશનનો પ્રારંભ પોરબંદરના રાજવી હરેન્દ્રકુમાર તથા ઇન્દિરાબાના હસ્તે કરાયો હતો. હજુર પેલેસ ખાતે આયોજિત આ લોન્ચિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો ડીવાયએસપી ભરત પટેલ સહિત વિવિધ સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સંસ્થાના દીપકભાઇ ઉનડકટે જણાવ્યું હતું કે ર૪ નવેમ્બરના રોજ આ કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે જેનો પ્રારંભ સવારે ૪ વાગ્યે ચોપાટી ખાતે કરવામાં આવશે અને ર,પ,૧૦ અને ર૧ કિલોમીટરની સ્પર્ધા યોજાશે. આ સ્પધાસ્ર્મા વિજેતા થનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પુરસ્કાર પણ આપવામાં આવશે.આ સ્પર્ધામાં અલગ અલગ વય જુથના કુલ ૩પ૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લે તેવી શકયતા આયોજકોએ વ્યકત કરી છે.

(1:05 pm IST)