Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

હાપા માર્કેટ યાર્ડે જામનગર જિલ્લા ભાજપ દ્વારા બોૈધિક સમેલન યોજાયું

જામનગર : ભારતીય જનતા પાર્ટી, જામનગર જિલ્લો (ગ્રામ્ય) દ્વારા માર્કેટીંગ યાર્ડ હાપા ખાતે બોૈધિક સંમેલન યોજવામાં આવેલ. આ સમેલનમાં માર્કેટીંગ યાર્ડના તમામ વેપારીઓ અને યાર્ડના ડાયરેકટરો ઉપસ્થિત રહેલ. આ સંમેલનમાં એક ભારત, એક સંવિધાનના મંત્ર સાથે કેન્દ્ર સરકાર દ્વારા આર્ટીકલ ૩૭૦ રદ કરવામાં આવેલ તેના અનુસંધાને જિલ્લા ભાજપ મહામંત્રી ડો. વિનોદ ભંડેરી, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, પૂર્વ જાડાના ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, કરણસિંહ જાડેજા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. આ સંમલેનમાં બે ઠરાવો પસાર કરવામાં આવેલ, જેમાં ૩૭૦ની કલમ રદ કરવા બદલ અભિનંદન પ્રસ્તાવ તેમજ કેન્દ્ર સરકારે યાર્ડના વેપારીઓને ૧ કરોડ ઉપર ૨% ટી.ડી.એસ. ના નિર્ણય સામે વેપારીઓ અને માર્કેટ યાર્ડ તથા ખેડુતોની માંગણી સ્વીકારી આ નિર્ણય દર કરેલ તે અનુસંધાને કેન્દ્રઅને રાજય સરકારનો આભાર પ્રસ્તાવ મંજુર કરવામાં આવેલ.

(1:03 pm IST)