Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જેતપુરના રૂપાવટી ગામે તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરી બે શખ્સોએ માર માર્યો

ખારચીયા ગામે ગાળો બોલવા પ્રશ્ને વિપુલ ખાંટ પર ત્રણ શખ્સોનો લાકડી અને ધારીયાથી હુમલો

જેતપુર, તા. ૨૫ :. જેતપુરના રૂપાવટી ગામે તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ કરી બે શખ્સોએ માર મારતા પોલીસમાં ફરીયાદ થઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રૂપાવટી ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અને બાવા પીપળીયા ગામે રહેતા ચંદ્રેશભાઈ દિનેશભાઈ ઉમરાણીયા પંચાયતની ઓફિસમાં માં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી કરતા હતા ત્યારે રૂપાવટી ગામના મનુ માધાભાઈ વોરા અને ધવલ મનુભાઈ વોરાએ આવી લાઈટ કનેકશનનો દાખલો કાઢી આપવાનું કહેતા અને તેમની પાસે કોઈ આધાર ન હોય તલાટી મંત્રી ના પાડતા ઉકત બન્ને શખ્સોએ ફરજમાં રુકાવટ કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઉકત બન્ને શખ્સો સામે ફરીયાદ થતા તાલુકાના પીએસઆઈ એસ.વી. ગોજીયાએ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં તાલુકાના ખારચીયા ગામે વિપુલ દડુભાઈ મકવાણા પર તે જ ગામના ચંદ્રેશ નાથાભાઈ, રાકેશ મનસુખભાઈ તથા વિક્રમ મનસુખભાઈ સેજલીયાએ ધારીયા અને લાકડીથી હુમલો કરી ઈજા કરી હતી. ગાળો બોલવા પ્રશ્ને આ ડખ્ખો થયો હતો. આ અંગે ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ થતા એએસઆઈ પી.બી. વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)