Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સાવરકુંડલાના હાડીડામાં વૃદ્ધાની હત્યા કરીને લૂંટ ચલાવનારા શખ્સોની શોધખોળ

અમરેલી તા. રપ : સાવરકુંડલાના હાડીડામાં રહેતી નરશીભાઇ કાનજીભાઇ ઘોડાદરાની પત્નિ જાનબાઇ બેન (ઉ.૭૧) ઘરે એકલા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી દોરડુ વડે ગળા ટુંપો આપી હત્યા નિપજાવી શરીર પર પહેરેલ સોના-ચાંદીના દાગીના સોનાની ટોટી, ત્રણ કડી, એક નખલી દાણો પ્લાસ્ટીકના પાટલા સોનાની ચીપ્સ વાળા પગના ચાંદીના છડા મળી કુલ કિ. રૂ. ૬ર૮૦૦ ની લૂંટ ચલાવી નાસી ગયાની ફરીયાદ સાવરકુંડલા પોલીસમાં થવા પામી હતી.

રાજુલાના બારપટોળી પાસે લૂંટ

રાજુલાના બારપટોળી પાસે ઉભેલા ઉકાભાઇ કાનાભાઇ નકુમ પાસે એક ર૦ વર્ષનો શખ્સ આવી બગદાણા જવુ છુ તેમ કહી બે હાથ જોડી માગતા ઉકાભાઇ ખીસ્સામાંથી પાકીટ કાઢી રૂપિયા દેવા જતા પાકીટ ઝુટવી લૂંટ ચલાવી નાસી ગયાની ફરીયાદ રાજુલા પોલીસમાં થવા પામી હતી.

અમરેલીમાં ખોટુ વારસાઇ નામુ બનાવ્યું

અમરેલીમાં રહેતી સુધાબેન મનસુખભાઇ વાઘેલાની મીલ્કત પચાવી પાડયા અમૃત છગન ટાંક સહિત અરે ખોટુ વારસાઇનમુ બનાવી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ થવા પમી હતી.

વૃદ્ધાની લાશ મળી

અમરેલીના જીવરાજનગર ૧માં રહેતા પ્રતાપભાઇ શંકરભાઇ  જોષીની લાશ સાવરકુંડલા રોડ ઉપર નવા માર્કેટ યાર્ડથી દુર પગ ઉપર તથા ઘુટણમા ઇજા થયેલ છે હાલતમાં મળી આવતા ભારે ચકચાર જાગી છે.

અમરેલીમાં નામચીન શખ્સોના ઘરે ઘાતક હથિયારો મળ્યા

અમરેલીના નામચીન ચીમન દેવશી મકવાણા વસંત મનુ મકવાણા નામના નામના શખ્સોના ઘરેથી ઘાતક હથિયારો મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(1:01 pm IST)