Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

અમરેલીના ભુરખિયા હનુમાનજી મંદિરના વિકાસ માટે ગ્રાન્ટ મંજુર કરતા કલેકટર

ધારાસભ્ય ઠુંમર :મંદિરના ટ્રસ્ટીઓની રજુઆત આખરે સફળ રહી

દામનગર તા ૨૫  : અમરેલી જીલ્લાના ભુરખિયા હનુમાનજી મંદિરની પ્રવાસન વર્ષ અંતર્ગત મંજુર થયેલ વિકાસ કાર્યને વહીવટી મંજુરી અપાતા જિલ્લા કલેકટરશ્રી અમરેલી સમક્ષ ધરાસભ્ય ઠુંમરની વારંવાર ઉઘરાણી અંતે સફળ થયેલ છે. જિલ્લા કલેકટર અમરેલીએ તા.૧૭/૯/ ના પત્રથી સરકારશ્રીના ઉદ્યોગ ખાણ વિભાગ ગાંધીનગરના ઠરાવ તેમજ ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર ના તા.૨૯/૯/૨૦૧૭ ના પત્ર કાર્યપાલક ઇજનેરમાં અને મ. વિભાગ (પંચાયત) અમરેલી અને પ્રવાસન કમિટીની બેઠકની કાર્યવાહી સંદર્ભમાં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સામેના વિસ્તારમાં ૧.૮૬ કરોડના બગીચાના કામને તેમજ ભુરખિયા હનુમાનજી મંદિર સામે પુલ બનાવવા રૂા ૨,૫૦,૦૦૦ લાખ ક્રમ ૩ ભુરખિયા હનુમાનજી મંૅદિરના વિકાસ માટે પબ્લિક ગાર્ડન કામ માટે ૧,૭૭,૬૨,૧૬૦ અંકે રૂપિયા એક કરોડ સિતોતેર લાખ બાસઠ હજાર એકસો સાંઇઠ પુરાની વહીવટી મંજુર કા.પા.ઇ.શ્રી મ. માં ગુજરાત રાજય અમરેલીને વહીવટી મંજુરી આપેલ છે.

લાઠી તાલુકાના સુપ્રસિદ્ધશ્રી ભુરખિયા હનુમાનજી મંદિરનો પ્રવાસન વર્ષ અંતર્ગત સમાવેશ થયા ને ઘણો સમય થવા ઉપરાંત વારંવાર ગા્રન્ટની રકમના ફેરફાર અને સબંધ કરતા વિવિધ વિભાગના તંત્રની સ્થળ વિઝીટ બાદ ધારાસભ્યવિરજીભાઇ ઠુમર માગણી સહિત ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ તરફથી પ્રવાસન વર્ષ અંતર્ગત મંજુર થયેલ ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામો શરૂ થયા તે માટે જીલ્લા કલેકટરશ્રી અમરેલી સમક્ષ ધારાસભ્યશ્રી ની સફળ રજુઆત બાદ વહીવટી  મંજુરી આપતા હનુમાનજી માંદિર સેવક સમુદાયમાં સર્વત્ર ખુશી વ્યાપી જવા પામી છે.

(11:48 am IST)