Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઉનાના સીમર કાંઠે અકસ્માતમાં પુત્રીની નજર સામે પિતાનું મોત

ઉના, તા. રપ : સીમર દરિયાકાંઠે ટ્રેકટર સાથે કાર અથડાતા પુત્રીની નજર સામે પિતાનું મોત નિપજયું હતું.

સીમર ગામના અજીતસિંહ રઘુસિંહ વાળા પોતાના કબ્જાવાળી જીપ્સી મારૂતી કાર નંબર (જીજે-ર-એ-૧ર૭પ)માં તેમની દિકરીને લઇને સીમર ગામે દરિયા કિનારે ગયા હતાં ત્યારે સામેથી એક ટ્રેકટર (જીજે-૩ર-સી-૦૦પ૧)ના ચાલક માધાભાઇ સામતભાઇ મકવાણા રે. સીમરવાળાએ તેમનું ટ્રેકટર પૂરઝડપે ગફલતભરી રીતે ચલાવી મારૂતી જીપ્સી સાથે ધડાકા ભેર ભટકાવતા ટ્રેટકર અને કારનો ભુક્કો બોલી ગયો હતો. અજીતસિંહ રઘુસિંહ વાળા ઉ.વ.પ૦નું ઘટના સ્થળે મોત થયું હતું. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જગદીશભાઇ કનુભાઇ વાળા (દરબાર) રે. સીમર વાળાએ ટ્રેકટર ચાલક સામે અકસ્માતે મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ શ્રી મંધારા વધુ તપાસ કરી રહ્યા છે.

(11:46 am IST)