Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભાવનગર પંથકની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ આરોપીને ૩ વર્ષની સજા

ભાવનગર તા. રપ :.. બે વર્ષ પૂર્વે ભાવનગર જીલ્લાના ઉમરાળા ગામે એક શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી બદકામ  કરવાના બદઇરાદે લઇ જઇ સગીરાને છરી બતાવી તેણીની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ અને બીજા એડીશ્નલ સેશન્સ જ્જ એમ. જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબીત માની ત્રણ વર્ષની કેદની સજા અને રોકડા રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કેમના આરોપી મેહુલ ઉર્ફે હકો નગીનભાઇ સિધ્ધપુરા જાતે લુહાર-મીસ્ત્રી, (ઉ.રપ) નામના શખ્સે ગત તા. ર૦-૧ર-ર૦૧૭ નાં રોજ કલાકે ૧ થી ૪ દરમ્યાન ઉમરાળા ગામેથી આ કામના ફરીયાદીની સગીર પુત્રી ભોગ બનનાર (ઉ.૧૭ વર્ષ ૧ માસ) ને તેણીની સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપીએ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે છરી બતાવી ફરીયાદીના કાનુની વાલીપણા માંથી અપહરણ કરી પોતાના ઘરે લઇ જઇ સગીરાની ઇચ્છા અને સંમતી વિરૂધ્ધ - બળાત્કાર કરેલ.

આ અંગેની જે તે સમયે ઉમરાળા પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી મેહુલ ઉર્ફે હકો નગીનભાઇ સિધ્ધપુરા સામે ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોકસો એકટ ર૦૧ર ની કલમ ૪, ૮, જીપીએકટ ૧૩પ મુજબનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ એમ. જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી. જે. ખાંભલીયાની દલીલો, મૌખીક પુરાવા ૧પ, લેખીત પુરાવા ૩૦ વિગેરે ધ્યાને લઇ આરોપી મેહુલ ઉર્ફે હકો નગીનભાઇ સિધ્ધપુરાને પ્રોટેકશન ઓપ ચિલ્ડ્રન ફોમ સેકસ્યુઅલ ઓફીન્યિન્સ એકટ-ર૦૧ર (પોકસો) ની કલમ-૮ મુજબનાં ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સજા અને રોકડ રૂ. પાંચ હજારનો દંડ અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા અદાલતે ફટકારી હતી.

(11:44 am IST)