Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ટ્રેકટર ચલાવી મૃત્યુ નિપજાવવાના ગુનામાં પકડાયેલ ચાલકને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

ઉના તાલુકાના દાંડી ગામે ફળીયામાં સુતેલા ત્રણ વ્યકિત ઉપર

ઉના, તા. રપ : ઉના તાલુકા દાંડી ગામે ફળીયામાં ખાટલામાં સુતેલ પિતા તથા બે પુત્રો સહિત ૩ લોકો ઉપર ટ્રેાટકર ચલાવી મોત નિપજાવ્યાના બનાવમાં ચાલકને ઉનાની એડીશ્નલ સેસનસ કોર્ટે ર વરસની સજા તથા ૧૦ હજાર દંડની સજા કરી હતી.

ઉના તાલુકાના દાંડી ગામે વાડી વિસ્તાર ગત તારીખ ૧-૬-ર૦૧૪ના મોડી રાત્રીના હસમુખભાઇ ડાયાભાઇ બાંભણીયા તેમના પિતા ડાયાભાઇ દેવસીભાઇ બાંભણીયા તેમના ભાઇ અશ્વિનભાઇ ડાયાભાઇ બાંભણીયા, નરેશભાઇ ડાયાભાઇ બાંભણીયા રાત્રીના જમીન પરવાટી અને ફળીયામાં ખાટલા પાથરી સુતા હતાં ત્યારે રાત્રીના ૧ર-૩૦ વાગ્યે એક ધડાકા સાથે એક ટ્રેકટર ટ્રોલી સાથે દિવાલ તોડી ફળીયામાં ઘુસી અને ખાટલામાં સુતેલ પિતા ડાયાભાઇ, ભાઇ નરેશભાઇ, અશ્વિનભાઇની ઉપર ટ્રેકટર વ્હીલ ચડાવી સ્થળ ઉપર ત્રણેના મોત નિપજાવી ટ્રેકટર ટ્રોલી મૂકી ચાલક નાસી ગયો હતો.

આ અંગે પોલીસમાં હસમુખભાઇ ડાયાભાઇ બાંભણીયાએ ટ્રકટર ચાલક વીરાભાઇ જીવાભાઇ ચમૈહાણ ઉ.વ.રર રે. રામેશ્વર પાટીયા પાસે તા.ઉના જી. ગીરસોમનાથ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ચાલકની ધરપકડ કરી ઉના કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી હતી.

આ કેસ ઉનાની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે ફરીયાદી નજરે જોનાર સાહેદની જુબાની વાહન વ્યવહારના અધિકારીનો રીપોર્ટ રજૂ કરી ટ્રેકટર ચાલકને આકરી સજા કરવા રજુઆત કરી હતી. બન્ને પક્ષોની દલિત પુરાવા જોઇ ઉનાના એડિશનલ સેશન્સ કોર્ટના જજશ્રી એસ.એલ. ઠક્કરે આરોપી સામે આઇપીસી ૩૦૪(અ) ગુનો સાબીત માની આરોપી વીરા જીવા ચૌહાણ રે. રામેશ્વર પાટીયા તા.ઉના વાળાને ર વરસની કેદ તથા રૂ. ૧૦,૦૦૦/- દંડ સજા કરતા આરોપીએ દંડ ન ભરતા જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.

(11:42 am IST)