Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભાવનગરના ફરારીને સુરતથી ભુજ પોલીસે ઝડપી લીધો

એસપી સૌરભ તોલંબીયા ટીમને સફળતા

ભુજ, તા., ૨૫:  ડીજીપી તરફથી નાસતા ફરતા આરોપી પકડવા રાખેલ ડ્રાઇવ અન્વયે આઇજીપી બોર્ડર રેન્જ ભુજનાઓ તથા પો.અધિ. સૌરભ તોલંબીયા, પ.કચ્છ-ભુજની સુચનાથી તથા બી.એમ.દેસાઇ ઇન્ચાર્જ ના.પો.અધિ. ભુજ વિભાગ ભુજના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપી પકડવા માટે આપેલ સુચના મુજબ પધ્ધર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૧/૧૮ ઇ.પી.કો. ક.૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૪૭૦, ૪૭૧, ૧ર૦ (બી) વિગેરેના કામેના નાસતા ફરતા આરોપી સલીમ ખાદીમ હુસેન જેમાણી (ઉ.વ.૪૦) રહે. ભાવનગર ૩૦૦ કેજીએન પ્લાઝા રાણીકા હાલે રહે. નવસારી પારસી અગાયારી પાછળ મદ્રેસાની બાજુવાળી ગલી સોહીલભાઇના મકાનમાં વાળો સુરત ખાતે નાના વરાછામાં સ્કાયલા બિલ્ડીંગમાં દુકાન રાખી રેડીમેન્ટ કાપડનો વેપાર કરતો હોવાની મળેલ હકીકત આધારે સુરત મુકામે જઇ પધ્ધર પો.સ્ટે.માં ગુનાના કામે અટક કરી પુછપરછ કરતા પોતે ગાંધીધામ બી. ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩/૧૮ ઇપીકો ક.૪૦૬, ૪ર૦ વિગેરે મુજબના ગુનામાં પણ નાસતો ફરતો હોવાનું કબુલાત કરેલ છે તેમજ મજકુર આરોપી અગાઉ ભાવનગર શહરેમાં છેતરપીંડીના ચાર કેસોમાં પકડાયેલ છે. આ આરોપી અન્ય કોઇ વધુ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? તેમજ ગુનો કરવાની રીત બાબતે વધુ તપાસ જારી રાખવામાં આવેલ છે. સદરહું કામગીરીમાં પો.સ.ઇ. વી.એચ.ઝાલા તથા પીસી કૃષ્ણસિંહ ઝાલા તથા પીસી હરેશભાઇ જોડાયેલ હતા.

(11:42 am IST)