Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઉના અને ધોકડવા જંગલ વિસ્તારમાં ૧ થી ૫ ઇંચ

ગઇકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ મોડી રાત્રી સુધી ચાલુ રહ્યોઃ રાવળ ડેમ વિસ્તારના ૧૨ ગામોની નદીમાં નવા નીરઃ નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળે ખસી જવા ચેતવણી

ઉના તા.૨૫: ઉના અને ગીરગઢડાના ધોકડવાના જંગલ વિસ્તારમાં ગઇકાલે સાંજે શરૂ થયેલ વરસાદ મોડી રાત્રી શુધી વરસ્યો હતો અને સરેરાશ ૧ થી ૪ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ગીરગઢડાના રાવલ ડેમ હેઠળનો ૧૨ ગામોની નદીમાં ઉપરવાસથી નવા નીર શરૂ થયેલ છે આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદી પટ્ટમાં અવરજવર નહીં કરવા અને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઇ છે.

ધોકડવાના જંગલ વિસ્તારમાં મોતીસર નીતળી વડળી, જરકણી કાણક બરડા ઉમેજ ગઢડા પ્રોણ ઇટવાયા વગેરે વિસ્તારમાં એક થી પાંચ ઇંચ વરસાદ રાત્રે વરસી ગયો હતો ઉનામાં આજે સવારે છેલ્લા ૨૪ કલાકમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

(11:39 am IST)