Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સુરેન્દ્રનગરમાં માલ ઢોર પોતાની દેખરેખ હેઠળ રાખવા માલિકોને અપીલ

માલધારી સમાજના આગેવાનોએ જ ઢોર માલિકોને અપીલ કરી

વઢવાણ તા. રપ :.. સુરેન્દ્રનગર શહેરમાં ઢોર પકડવા માટેની કામગીરી હાલમાં સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ વિપીન ટોળીયાની આગેવાની હેઠળ ચાલી રહી છે ત્યારે માલધારીઓ પોતાના માલિકીના ઢોરને પોતાના સલામતીમાં રાખવા સુરેન્દ્રનગરના સેવાભાવી અને જીવદયા પ્રેમી એવા ગોલાભાઇ ગોપાલભાઇ ભરવાડ, ભીમાભાઇ લક્ષ્મણભાઇ ભરવાડ અને યુવા આગેવાનો દ્વારા ખાસ કરીને માલધારીઓ પોતાના ઢોર ઢાખર જે છે. જે સલામતી અને પોતાના ઘરે કે પોતાના વિસ્તારમાં દેખરેખ હેઠળ રાખવા માટે અપીલ કરવામાં આવેલ છે.

ગેલાભાઇ ભરવાડ દ્વારા ગાયો નહી આખલાઓના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનું જણાવેલ જયારે નગરપાલીકા પણ હાલની કામગીરીમાં ગામમાં આખલાઓની  પકડી રહી છે. અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા આખલા ગામમાં પકડી વિડમાં રવાના કરાયા છે. જયારે માલધારી સમાજ પણ સહયોગ આપી પોતાના ઢોર ઢાખર સલામતી રીતે રાખે તેવુ હાલમાં જણાવવામાં આવ્યું છે.

(11:37 am IST)