Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જૂનાગઢમાં સંહિતા મહિલા મંડળના બહેનો દ્વારા શ્રાધ્ધ નિમિતે પાઠશાળાના વિદ્યાર્થીઓને ભોજન

જૂનાગઢ : સંહિતા મહિલા મંડળ દ્વારા પિતૃશ્રાધ્ધ પખવાડીયામાં મંડળના દરેક બહેનોના પિતૃઓના પાવન આશિર્વાદ માટે ચેતનભાઇની પાઠશાળામાં અભ્યાસ કરતા બ્રહ્મ વિદ્યાર્થીઓને ભોજન કરાવાયુ હતુ. ઉપરોકત તસ્વીરમાં સંહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયા તેમજ સભ્ય ચેતનાબેન પંડયા, ગાયત્રીબેન જોશી, નયનાબેન રાવલ, દિવ્યાબેન જોશી, દિપ્તીબેન માળી, કાંતાબેન માલવી, રમાબેન નંદા, ધીમહી જોશી સહિતના વિદ્યાર્થીઓને શિખંડ પુરી શાક દાળ ભાતનું ભાવપુર્વક ભોજન કરાવતા નજરે પડે છે અને ભોજન કરાવ્યા બાદ ભોજન સંકલ્પ કરાવી બ્રહ્મપુત્રોને દક્ષીણા આપી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. આ તકે નીલાબેન ભટ્ટ, પુજાબેન આડતીયા, અમિતાબેન પંડયા, દમયંતીબેન રાજપરા અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત રહી ન શકતા તેઓ એ પણ રકમ ભેટ નોંધાવી ોતાનો સહકાર નોંધાવ્યો હોવાનુ વીણાબેન પંડયાએ જણાવ્યુ હતુ. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:36 am IST)