Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

મોટીજાગધાર ગામે રસ્તે ચાલવા બાબતે શિયાળ પરિવાર વચ્ચે ઝઘડો

ભાવનગર, તાા.૨૫: દાઠા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મોટી જાગધારના મનજી ઓધાભાઈ શિયાળ ઉવ ૨૫ એ મોહન ભોળા શિયાળ,ભરત, રમેશ છગન શિયાળ,મુના મોહન શિયાળ,વિપુલ, મનસુખ ધનજી શિયાળ વિરુદ્ઘ પોતાને તથા સાહેદ રાકેશ,આઙ્ખધા ભાઈ,ઉષાબેન ને તીક્ષ્ણ અને બોથડ પદાર્થ વડે મારમારી લોહિયાળ ઈજાઓ પહોંચડેલ.રસ્તે ચાલવા બાબતે ઉશ્કેરાય ને બનાવ બનેલ.ફરિયાદ અનુસંધાને છ આરોપીઓ વિરુદ્ઘ આઈપીસી ૩૨૬ સહિતની.કલમો.મુજબ ગુન્હો નોંધેલ છે.

સામાં પક્ષે  વિપુલ મોહન શિયાળ ઉવ. ૧૮ એ રાકેશ ઓધા, ઓધાભાઈ,ઉષાબેન, જયાબેન ઓધાભાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવેલ છે. ફરીયાદી તથા સાહેદ આશાબેન ને મૂંઢ માર મારેલ. સેકન્ડ પાર્ટ મુજબ ગુન્હો નોંધી દસેય આરોપીઓ વિરુદ્ઘ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)