Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ચોટીલાની વીડી વિસ્તારમાંથી રૂ. ર૮.૮૩ લાખનો દારૂ ઝડપાયો

ટ્રક, યુટીલીટી પીકઅપ, મોટર સાયકલ સહિત રૂ. ૪ર લાખનો મુદામાલ જપ્તઃ મુકેશ દેકાવડીયા (કોળી)ની ધરપકડઃ અન્ય શખ્સો ફરારઃ સફેદ માટી-ચોક પાવડરની આડમાં દારૂની હેરાફેરીઃ ગાડીમાં નંબર પ્લેટ પણ ખોટી

ચોટીલા-વઢવાણ તા. રપ :.. સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાની વીડી વિસ્તારમાંથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને રૂ. ર૮.૮૩ લાખનાં દારૂ સહિત રૂ. ૪ર લાખનાં મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

પોલીસ અધિક્ષક  મહેન્દ્ર બગડીયા ે જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા  ડી.એમ.ઢોલ  પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ સાહેબની સચોટ બાતમી તથા સાથે રહી આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા ચાપરાજભાઇ નાંગભાઇ ખાચર જાતે.કાઠી રહે.સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ પાસે તથા સુલતાન ભડીયાદ વાળો એમ બંને સાથે મળી રાજસ્થાન પાસીંગની ટ્રકમા વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી, દેવસર ઞામની સીમમા સુરજદેવળ મંદિર પાછળ આવેલ વીડના સફેદ બેલાની બંધ ખાણવાળા વિસ્તારમા પડતર જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી અન્ય વાહનો મારફતે વિદેશી દારૂનુ કટીંગ કરાવે છે અને હાલે તેની આ પ્રવૃતિ ચાલુ છે. તેવી ચોકકસ બાતમી હકીકત મેળવી પુરતી તૈયારી સાથે છોપો મારતા ટાટા ટ્રક નં-આર.જે. ૫૦-જીએ-ર૫૫૫ વાળીમાં સફેદ માટી યોક પાવડર ભરેલ પ્લા.ની કોથળીઓનુ કવરીંગ કરી, વીદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજયમાં ધુસાડી, તેમજ પોતાની ટ્રકમાં ઓરીઝનલ આર.ટી.ઓ માન્ય નંબર પ્લેટ દુર કરી, આર.જે.-૫૦-જીએ-ર૩૫૫ નંબરની ખોટી નંબર પ્લેટ-સ્ટીકરરૂપે લગાવી, ખોટી નંબર પ્લેટ હોવાનુ જાણવા છતા, ટોલટેકસ ઉપર તેનો ખરા તરીકે ઉપયોગ કરી, ગુન્હાવાળી જગ્યા સુધી આવી, તથા નંબર પ્લેટ વગરની મહિન્દ્રા યુટીલીટી પીકપ બોલેરો ચેસીસ નં-ZG2GGA91E3303 તથા એન્જીન નં-GG-91E-૫૨૧૨૫ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-વાળી ના ચાલકે પોતાના કબ્જા ભોગવટાની યુટીલીટી પીકપ બોલેરોમા ગે-કા પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી- વેચાણ અર્થે ભરી, તમામ આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટામાં .પરોકત વાહનોમાં પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ મીલીની કાયની કંપની શીલબંધ બોટલો નંગ-.૯૬૧૨ કુલ કિ.રૂ.૨૮,૮૩,૬૦૦/-તથા ટાટા ટ્રક રજી.નં-આર.જે-૫૦- જીએ-૨૫૫૫ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા હીરો સ્પ્લેનડર પ્લસ મો.સા. રજી.નં-જીજે-૧૩-એસી-૫૦૪૬ કી.રૂ. ૨૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૪૨,૦૩,૬૦૦/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન ઉપરોકત તમામ આરોપીઓ હાજર નહી મળી આવી, તેમજ આરોપી મુકેશભાઇ બે ચરભાઇ દેકાવડીયા જાતે.યુ.કોળી ઉવ.૪૦ રહે.બેડી ગામ, મોરબી રોડ, રાજકોટ સદર ગુનન્હાવાળી જગ્યાની ચોકીદારપણુ કરી, રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી વિદેશી દારૂની હેરાફેરી/કટીંગ કરી કરાવી, ગુનો કરેલ હોય તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી કરાવી, આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંકદિલાવરસિંહ તથા પો.હેડ.કોન્સ. વાજસુરભા લાભુભા તથા નીકુલસિંહ ભુપતસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. અમરકુમાર કનુભા તથા અનીરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ચમનભાઇ જશરાજભાઇ એ રીતેની ટીમ ્દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી વિદેશી દારૂ નો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.(૯.૧૦)

(11:24 am IST)