Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સાવરકુંડલાના હાડીડા ગામે લૂંટ વિથ મર્ડર:વૃદ્ધાનાં ગળે દોરી બાંધી કરપીણ હત્યા

અજાણ્યા વ્યક્તિ દ્વારા કરાઈ હત્યા: દાગીના અને રોકડની લૂંટ: હત્યારો, લૂંટ-હત્યા કરીને ફરાર

 

અમરેલી  જીલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાંં નાનકડા એવા હાડીડા ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. કોઇ અજાણ્યા શખ્સો દ્વારા લૂંટના ઇરાદે એક વૃદ્ઘાના ઘરમાં ઘૂસી વૃદ્ધાનાં ગળે દોરી બંધાને ફાંસો આપી કરપીણ હત્યા કરવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

હત્યારા દ્વારા હત્યા કરીને ઘરમાંથી સોનાનાં દાગીનાં અને રોકડની લૂંટ ચલાવવામાં આવી હોવાની પ્રાથમિક માહિતીનાં આધારે પોલીસ દ્વારા હત્યા લૂંટનાં ઇરાદે કરવામાં આવી હોવાની વાતને ધ્યાને રાખી તપાસ શરુ કરી દેવામાં આવી છે.

લૂંટારૂઓ લૂંટ ચલાવી વૃદ્ઘાની હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. પોલીસ દ્વારા લૂંટારૂ કેટલા હતા, કેટલા સામનની લૂંટ ચલાવી છે અને હત્યા કરવા સુધી લૂંટની વારદાત કેમ પહોંચી વગેરે પ્રશ્નો સાથે તપાસનો ધમધમાટ શરુ કરી દોવામાં આવ્યો છે. નાનકડા ગામમાં લૂંટ વિથ મર્ડરથી સમગ્ર પંથકમાં ભય સાથે અરેરાટી વ્યાપી ગઇ છે

 

(12:51 am IST)