Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભાવનગર પંથકમાં ખુંટીયાએ બાઇકને અડફેટે લીધું હેલ્મેટ પહેરેલું હોવા છતાં બાઇક્સવારનું કરૂણમોત

નાના મહુવા નજીક ખુંટીયાએ અડફેટે લેતા મહુવાના બિલડી ગામના ભૂપતભાઈનું ગંભીર ઇજા થતા મૃત્યુ

ભાવનગર પંથકમાં ખુંટીયાએ બાઇકને અડફેટે લેતા હેલ્મેટ પહેરી બાઇક ઉપર જઇ રહેલા યુવાનનું બાઇક પરથી પટકાતા ગંભીર ઇજા થતાં મોત નીપજયું હતું. હેલ્મેટ યુવાનનું જીવન બચાવી શકી ન હતી!

સરકાર દ્વારા ટુ વ્હીલર ચાલકો માટે જાનની સલામતી માટે હેલ્મેટ પહેરવી ફરજીયાત બનાવી છે પરંતુ ભાવનગર પંથકમાં એક યુવાનનું હેલ્મટ પહેરેલ હોવા છતા ઇજા થતા મોત નિપજયુ છે

  . મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બીલડી ગામે રહેતા ભૂપતભાઇ મોટર સાઇકલ ઉપર હેલ્મેટ પહેરી જતો હતો ત્યારે ગાયત્રી મંદિરમાં નાના મહુવા નજીક ખૂંટીયાએ બાઇકને હડફેટે લેતાં ભૂપતભાઇનું બાઇક પરથી પડી જતા ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું.

(9:28 pm IST)