Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભાણવડના નવા ગામ ટીમ્બા વિસ્તારની આંગણવાડી કેન્દ્રમાં સડેલું અનાજ મામલે હોબાળો

લોકોએ હોબાળો કરતા સંચાલિકાએ ચાલતી પકડી :મીડિયાકર્મીઓએ સીડીપીઓને જાણ કરતા ગેરવર્તન કરાયું ;વિડિઓ વાયરલ

ભાણવડના નવા ગામ ટીંબા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર ખાતે જ્યારે કેન્દ્ર નંબર 43માં આ રીતે સડેલું અનાજ અપાતું હોવાનું સામે આવ્યુ છે.

   આ અંગે ગ્રામજનોને જાણ થતા ગામલોકોએ હોબાળો કર્યો. ત્યારે સંચાલિકાએ ચાલતી પકડી હતી  જ્યારે મીડિયાકર્મીઓએ સીડીપીઓને જાણ કરાઇ ત્યારે મહિલા સીડીપીઓ દ્વારા મીડિયાને માનહાનીના કેસની ધમકી આપી દીધી હતી.

એટલું જ નહીં તાલુકા સીડીપીઓ દ્વારા ગુજરાત સરકારમાંથી ખરાબ જથ્થો આવે છે જે થાય તે કરી લો. કહીને મીડિયાકર્મી સાથે ઉદ્ધાતાઇભર્યુ વર્તન કરવામાં આવ્યુ હતું. ત્યારે હાલમાં સીડીપીઓની ઉદ્ધાતાઇનો વીડિયો પણ વાયરલ થયો છે.

(7:46 pm IST)