Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમરેલીનાં વાવડીમાં પાક નિષ્ફળ જતા ખેડુતના આપઘાતથી અરેરાટી

અમરેલી, તા., ૨૫: ધારીના વાવડી ગામે રહેતા અનક ગભરૂભાઇ જેબલીયા (ઉ.વ.૩પ) નામના ખેડુતે પાક નિષ્ફળ જતા લાગી આવતા ઝેરી દવા પી આયખુ ટુંકાવી લેતા અરેરાટી પ્રસરી જવા પામી હતી. આ બનાવની વધુ તપાસ ધારી પોલીસ ચલાવી રહી છે.

પરીણીતાનો ઝેેર પી આપઘાત

રાજુલાના ધુળીયા આગરીયામાં રહેતી શ્રધ્ધાબેન કીશનભાઇ સોલંકી નામની પરીણીતા કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું રાજુલા પોલીસ મથકમાં જાહેર થવા પામેલ છે.

જિલ્લામાં ત્રણે ઝેરી   દવા ગટગટાવી

સાવરકુંડલાના લિયાળામાં રહેતા વિઠ્ઠલ બચુભાઇ બેરડીયા ખેતરમાં તેના નાનાભાઇનો પુત્ર નરેશે મગફળીની ઇયળ મારવાની દવા ભુલથી પી ગયાની દામનગરમાં રહેતી કપીલાબેન વિજયભાઇ ઘરડીયાના પતિ વિજયભાઇ વાડીએ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા જયારે બાબરાના વાંકીયામાં  મંગુબેન રાજાભાઇ વાઘાણીને તેના પતિ એકલી મુકી દોઢ વર્ષથી ઘરે ન આવતા કંટાળી જઇ ઝેરી દવા પી લેતા સારવારમાં અમરેલી દવાખાને ખસેડાઇ હતી.

(3:51 pm IST)