Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જામનગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વાઇન ફલુનાં ૩ પોઝીટીવ કેસ

જામનગર, તા., ૨૫: ગુજરાત રાજયમાં અને જામનગર જીલ્લામાં હાલ સીઝનલ ઇન્ફલુએન્ઝાના કેસો જોવા મળેલ છે. સીઝનલ ઇન્ફલુએન્ઝાએ (એચ-૧ એન-૧) વાયરસથી ફેલાય છે. સીઝનલ ઇન્ફલુએન્ઝાથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. વાયરસથી ફેલાતા આ રોગ અંગે સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. જેવી કે આપ સીઝનલ ઇન્ફલુએન્ઝા થયેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોય કે સીઝનલ ઇન્ફલુએન્ઝાના સંશાસ્પદ લક્ષણો જણાય તો નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-સામુહીક આરોગ્ય કેન્દ્ર, ખાનગી ડોકટરો, સરકારી હોસ્પીટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલીક સંપર્ક કરવા જણાવ્યું છે.

જામનગર જીલ્લામાં સીઝનલ ઇન્ફલુએન્ઝાની જાન્યુઆરી-ર૦૧૮ થી તા.ર૪-૯-૧૮ના રોજની સ્થિતિએ નવો પોઝીટીવ કેસ નોંધાયેલ નથી. આમ જામનગર જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ માસમાં કુલ ૧ કેસો છે તથા શહેરી વિસ્તારમાં ર પોઝીટીવ કેસ નોંધાયેલ છે અને તેની સારવાર ચાલુ છે તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.

(3:50 pm IST)