Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

કાલાવડ નજીકના રણુજા ધામમાં રામદેવજી મહારાજનો ત્રિદિવસીય ઉત્સવ રંગેચંગે સંપન્ન

લોકમેળો- સંતવાણી- મહાપ્રસાદ- આરતીના કાર્યક્રમોમાં લોકો હર્ષભેર જોડાયા

ફલ્લા તા.૨૫: કાલાવડ નજીકના રણુજામાં શ્રી રામદેવજી મહારાજનો ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ યોજાય ગયો. ભાદરવા સુદ નોમ, દસમ અને અગિયારસના રોજ ત્રણેય દિવસ, શોભાયાત્રા, ધ્વજારોહણ, સમાધી ઉત્સવ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. ત્રણેય દિવસ પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષોની પરંપરા મુજબ ત્રણેય રાત્રીનાં નામાંકિત કલાકારો રીટા ગોૈસ્વામી, દેવલ ભરવાડ, રસ્મીતા રબારી, મુનાભાઇ નિમાવત, રામદાસ ગોંડલીયા, સુરેશ રાવળ, હરદેવ રાવળ, વિપુલ પ્રજાપતિ, જીતુ રબારી, સહિતનાં કલાકારોએ સંતવાણી રજુ કરી હતી.

અલગ-અલગ ગામોનાં રામામંડળોએ રામદેવજી મહારાજનું આખ્યાન રજુ કર્યુ હતું. મીની તરણેતર તરીકે ઓળખાતો મેળો ભરાયો હતો, નજીકનાં ગામો ઉપરાંત, રાજસ્થાન, સુરત, ભાવનગર, કચ્છ, ઢસાથી ભકતજનો ઉમટી પડયા હતા. હજારો લોકોએ ભજન, ભોજન અને મેળાની મોજ માણી હતી. નવા રણુજા ખુશાલ બાપુની જગ્યાના઼ સુરેન્દ્રભાઇ કામદારની તેમજ જુના રણુજા હીરાબાપાની જગ્યાનાં ભકતજનોએ જહેમત ઉઠાવી હતી.(૧.૩)

 

(1:13 pm IST)