Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વિશ્વ પ્રસિધ્ધ ગુજરાતની પાટણની રાણીની વાવ પર રોશનીનો ઝળહળાટ

વાંકાનેર તા.રપઃ ગુજરાતની વિશ્વ વિખ્યાત પાટણની રાણીની વાવ વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન મળેલ છે અને હવે તો ભારતની ચલણી નોટમાં પણ પાટણની વાવનો ફોટો પ્રીન્ટ થયો છે તેવી પાટણની વાવને તારીખ ર૩-૯-૧૮ થી તા.ર૭-૯-૧૮ સુધી પર્યટન પર્વના ભાગ રૂપે શણગારેલ છે.

આખી વાવમાં સપ્તરંગી લાઇટિંગોથી શણગારવામાં આવી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ રાત્રીની શણગારેલ રાણીની વાવને નિહાળીને ધન્યતા અનુભવી હતી તેને નિહાળવા પાટણના લોકો અને છબીકારો મોટી સંખ્યામાં તેની અલભ્ય તસ્વીરો લેવા ઉમટી પડયા હતા. આવો ઓજસ્વી નજારો નિહાળવા આપ પણ અચૂક પાટણ આવો વેલકમ ટુ રાણીની વાવ.

(1:13 pm IST)