Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જામકંડોરણાના મોટા ભાદરા ગામે લેઉવા પટેલ સમાજ ભવનનું ખાતમુર્હુત

ધોરાજી તા ૨૫ જામકંડોરણા ના મોટા ભાદરા ગામે લેઉવા પટેલ સમાજ મોટા ભાદરા આયોજીત ગો.વા. લીલાવંતીબેન ગોબરભાઇ અંટાળા લેઉવા પટેલ સમાજ ભવનના ખાતમુર્હુત વિધી સમારોહ અને લેઉવા પટેલ સમાજના મહેમાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. સમારોહના અધ્યક્ષકશ્રી  વસંતભાઇ ગજેરા, લક્ષ્મી ડાયમંડ સુરત સહીત, ડી.કે. સખીયા, રમેશભાઇ ધડુક, રાજુભાઇ હિરપરા તથા ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદળ, અરવીંદભાઇ ગાડા, અરવીંદભાઇ દોમડીયા, કમલનયન સોજીત્રા, રસીકભાઇ ગોંડલીયા, ભુપતભાઇ બોદર, શૈલેષભાઇ હિરપરા, બટુકભાઇ મોવણીયા, હિતેષભાઇ કુંભાણી, વિરજીભાઇ વેકરીયા, સહીતનાએ  દિપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકેલ હતો.

આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ  હસ્તે લેઉવા પટેલ સમાજનું ખાતમુર્હુત તેમજ દાતાઓને શાલ ઓઢાડી સન્માનીત કરેલ હતા. મોટા ભાદરના સરપંચ અશ્વીનભાઇ અંટાળાએ જણાવેલ કે કુલ૩૦૦૦ વાર જગ્યા છે જેમાં ૧૧૦૦ વારમાં અંદાજીત દોઢ કરોડ રૂપીયાના ખર્ચે આધુનીક સુવીધા મુજબ સમાજનું નિર્માણ થશે, જેમાં ર હોલ ૧૨ રૂમ, ડબલ કિચન સહીતની આધુનીક સુવીધાઓ થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં નમુનેદાર સમાજ બનશે.

(1:07 pm IST)