Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

પોરબંદરથી મેંગલોર સુધી કાલે સઢવાળી હોડી ઉપર સફર અભિયાન

નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડની ગોલ્ડન જયુબેલીની ઉજવણી અવસરે આયોજન : ૭૬૩ નોટીકલ માઇલની સફળ

પોરબંદર, તા. રપ : નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડની ગોલ્ડન જયુબેલીની ઉજવણી અવસરે કાલે પોરબંદરથી મેંગલોર સુધી સઢવાળી હોડી ઉપર સફર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય નૌસેનાની સઢવાળી નૌકા (આઇ.એન.એસ.વી.) બુલબુલ પર આગામી તા. ર૬ સપ્ટેમ્બરથી ૧૩ ઓકટોબર સુધી એક દરિયાઇ નૌકાયન અભિયાનનું કરવામાં આવી રહ્યું છે.

પોરબંદરથી મુંબઇ સુધીના તેના પ્રથમ ચરણ પર નૌસેનાના આ અભિયાનને ર૬ સપ્ટેમ્બરના રોજ પોરબંદર ખાતે સવારે ૯-૩૦ વાગ્યે પોરબંદરની જી.એમ.બી. જેટ્ટીથી ગુજરાત નૌસેના ક્ષેતરના ફલેગ ઓફીસર કમાન્ડીંગ રીઅર એડમિરલ સંજય રોય દ્વારા ધ્વજાંકિત કરી રવાના કરવામાં આવશે. અભિયાન દરમિયાન 'બુલબુલ' પશ્ચિમી સમુદ્રા પટ્ટ પર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક રાજયોની જલસિમાઓમાંથી પસાર થશે અને મેંગલોર બંદર પર તેની સફળ પૂર્ણ થતાં પહેલા મુંબઇ, ગોવા અને કારવારના બંદરો પર સ્ટોપઓવર્સ કરશે. તકીનીકી પ્રગતિ હોવા છતાં સમુદ્રની અણધારી પ્રકૃતિને કારણે બધી શકયતાઓ છે કે અભિયાન દળ ને માર્ગમાં ખરાબ હવામાન, તોફાન અને તોફાની સમુદ્રનો સામનો કરવો પડશે. 'બુલબુમ' પર મર્યાદિત સ્ટોરેજ સ્પેસને લીધે ક્રૂ એ આ અભિયાન દરમિયાન ખાવા માટે સુકું રાશન અને મર્યાદિત પ્રમાણમાં તાજા પાણીનો ઉપયોગ કરીને આ અભિયાન પૂર્ણ કરશે. આઇ.એન.એસ.વી. બુલબુલના કેપ્ટન અને આ અભિયાન દળના વડા કેપ્ટન વિપુલ મહર્ષિ છે. તેઓ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાના લખાણાયેલા નાવિક છે અને આંતરરાષ્ટ્રીય નૌકાયન સ્પર્ધાઓમાં ભારત માટે ખ્યાતિ સાથે ઘણા પદક જીત્યા છે. (૮.૭)

(1:07 pm IST)