Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

શાપર-વેરાવળ પાસે અકસ્માતમાં વડીયાના દેવળકી ગામના અશ્વિન કોળીનું મોત

રાજકોટ તા. રપ :.. શાપર-વેરાવળ પાસે  અકસ્માતમાં વડીયાના દેવળકી ગામનાં કોળી યુવાનનું મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વડીયા તાલુકાના દેવળકી ગામે રહેતો અશ્વિન વલ્લભભાઇ કોળી ગઇકાલે બપોરે શાપર-વેરાવળ પાસે સ્કોડા-શો રૂમ પાસેથી પોતાના બાઇક નં. જી. જે. -૦૩ એ. આર. ર૦૩૦ ને લઇને જતો હતો. ત્યારે પાછળથી આવેલ ફોર વ્હીલને કે. એ. પપ એમ ૭૩ર૩ ના ચલાકે હડફેટે લેતા બાઇક સ્વાર અશ્વિન કોળીને ગંભીર  ઇજા થતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો જયાં તેનું મોત નિપજયું હતું.

બનાવ અંગે મૃતકના ભાઇ વિપુલભાઇ કોળી રહે. દેવળકીની ફરીયાદ પરથી ફોર વ્હીલના ચાલક સામે શાપર-વેરાવળ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (પ-૧૯)

(1:04 pm IST)