Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ગીરના જંગલમાં ગેરકાયદેસર ઘુસેલ અેક પત્રકાર અને કેમેરામેન સહિત ૬ શખ્‍સોની ધરપકડ

જુનાગઢ: ગીરના જંગલ બહાર ગેરકાયદેસર ઘૂસેલા બે પત્રકાર સહિત છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સેન્ચ્યુરી વિસ્તાર ના વિસાવદરના કુતિયા રેન્જમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. વનવિભાગ છ શખ્સોની વર્લ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ કરી ધરપકડ હતી.

સેન્ચ્યુરી માં ગેરકાયદેસર પ્રવેશ કરી સિંહ ની પજવણી કરવા અંગે કડક કાર્યવાહી હાથ ધરી છે.

વન વિભાગે તમામ સામે સિંહના શિકારની કલમનો પણ ઉમેરો કર્યો છે.

વન વિભાગે તમામ સામે કડક કાર્યવાહી કરી ને ત્રણ મોટરસાયકલ કેમેરા, માઈક, મોબાઇલ સહિત ના ઉપકરણો કબજે કર્યા.

ઝડપાયેલ પત્રકારોએ વનવિભાગ સામે માર માર્યાની ફરિયાદ કરી છે.

(2:14 pm IST)