Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

માળીયામિંયાણાના કુંભારીયા ગામના રામજી મંદિરે દારૂડીયાએ દેશીદારૂની મહેફીલ માણી ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો

કુંભારીયા ગામે ધાર્મિક સ્થળે દેશીદારૂની કોથળી મંદીરમાં ફેંકી શાંતિ ડોહળવાનો નીચ પ્રયાસ આ પટ્ટા પર ખુલ્લેઆમ દુકાનોમાં દેશીદારૂનો વેપલો થતો હોવાની ચર્ચા બુટલેગર સામે પોલીસ તંત્ર ક્યારે લાલઆંખ કરશે ?

માળીયાના કુંભારીયા ગામે દારૂડીયા બેફામ બન્યા દેશી દારૂની રેલમછેલ રામજી મંદીરમાં દેશીદારૂની મહેફીલ માણતા દારૂડીયા ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો તો આઠમના દિવસે પણ ખાખરેચી રોડ પર મજુર ખુલ્લેઆમ દેશીદારૂની કોથળી સાથે રાજાપાઠમાં મશગુલ જોવા મળતા આ વિસ્તારમાં મોટી માત્રામાં દેશીદારૂ બનતો હોવાની ચર્ચા થઈ રહી છે જેના એપી સેન્ટર પરથી દેશીદારૂના ધુમ વેચાણ સાથે સપ્લાય થતી હોવાની ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે જે આ વિસ્તારના ગામડાઓના પ્યાસીઓ દરરોજ તે સ્થળે કોઈ ડર વિના જાણે દુકાને દુધની થેલી ખરીદતો હોય તેમ દારૂની કોથળી લઈ મહેફીલો માણી જાણે પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ બન્યા છે જે હવે ધાર્મિક સ્થળોને નિશાન બનાવતા દારૂડીયાઓએ હદ વટાવી શાંતિ ડોહળવાનો નીચ પ્રયાસ કર્યો છે જેમા જાણવા મળતી વિગત મુજબ માળીયાના કુંભારીયા ગામે દારૂડીયા બેફામ બની દેશીદારૂની રેલમછેલ કરી ઠેરઠેર કોથળીઓ જ્યા ત્યા ફેંકી દારૂડીયા અને બુટલેગરો પોલીસને પડકાર ફેંક્યો છે આ વિસ્તારમાં દારૂ ક્યા વેચાય રહ્યો છે તે પોલીસતંત્ર માટે તપાસનો વિષય બન્યો છે કુંભારીયા ગામે બનેલી ઘટના પરથી પોલીસે કડક હાથે કામગીરી કરવી જરૂરી બની છે અને બેફામ બનેલા દારૂડીયા અને બુટલેગરો પર લગામ લગાવવા પોલીસ ક્યારે લાલઆંખ કરે છે તેની પર સ્થાનીક લોકોની મીટ મંડાઈ છે અત્રે ઉલ્લેખનીય છેકે કુંભારીયા ગામે રામજી મંદીરમાં દેશીદારૂની કોથળી સાથે નમકીનની કોથળી જોવા મળતા પુજારી અચંબીત થઈ ગયા હતા અને આ અંગે ગ્રામજનોને જાણ કરતા લોકોના ટોળેટોળા મંદિરે દારૂડીયાના નીચ કૃત્યને જોવા ઉમટી પડ્યા હતા અને દારૂની મહેફીલ માણનાર દારૂડીયાઓ સામે રોષ ઠાલવી માળીયા પોલીસને જાણ કરી હતી અને આ બાબતે કડક પગલા ભરવા ગ્રામજનોએ અને પુજારીએ માંગ કરી હતી લોકોની ધાર્મિક લાગણી દુભાવનાર દારૂડીયા અને આ વિસ્તારના ગામડાઓમા દેશીદારૂનો વેપલો કરતા બુટલેગરો સામે હવે પોલીસ કાર્યવાહી કરશે કે પછી ફરી આવી ઘટના બનવાની રાહ જોઈ તમાશબીન બનશે તેવી લોકોમાં ચર્ચા સાથે રોષ જોવા મળ્યો છે ત્યારે પોલીસે બેફામ બનેલા દારૂડીયાઓ અને બુટલેગરોને કાયદાનુ ભાન કરાવુ જરૂરી બન્યુ છે કારણ કે રાજાપાઠમાં રખડતા દારૂડીયાઓ વધુ કોઈ નીચ કૃત્યને અંજામ આપે તે પહેલા બેફામ બનેલા લુખ્ખા દારૂડીયાઓને કાયદાનુ ભાન કરાવી દેશીદારૂના હડ્ડાઓ બંધ કરાવવા લાલઆંખ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

(11:13 am IST)