Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

રાજકોટ-મોરબી હાઇવે પર બારનાલા પાસે બે ટ્રક અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત ;મહિલાનું મોત : એક મહિલા ગંભીર

આમરણના મેરુબેન બુખાણીનું ઘટનાસ્થળે મોત :સાયરાબેનને ગંભીર ઇજા ;જેસીબીની મદદથી વાહનોને અલગ કરાયા

મોરબી:  રાજકોટ હાઇવે રોડ ઉપર બારનાલા પાસે મોડી સાંજે બે ટ્રક અને કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું કરૂણમોત નીપજ્યું હતું જયારે એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે

આ અંગે મલ્ટીઓ વિગત મુજબ આ ત્રિપલ અકસ્માતમાં મેરૂબેન જાકીર ભાઇ બુખાણી (ઉ.૩૧) ( રહેવાસી આમરણ)  નું ઘટના સ્થળે જ મુત્યુ થયેલ છે જયારે સાયરાબેન અયુબભાઇ (ઉ.વષૅ ૩૫ ) ને ગંભીર ઇજા થયેલ છે 

 

અકસ્માત  થતા પોલીસ તથા આજુબાજુ ના માણસો દોડી ગયેલ અકસ્માત એટલો ભયંકર હતો કે જેસીબી ની મદદથી વાહનોને અલગ કરાયા હતા

(11:22 pm IST)