Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

જામકંડોરણામાં પ્રદ્યાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવસોનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ધોરાજી-જામકંડોરણાઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ જયેશભાઇ રાદડીયા કેબિનેટ મંત્રીશ્રી અન્ન અને નાગરીક પુરવઠાની ઉપસ્થિતિ યોજાયો હોય આ કાર્યક્રમમાં જામકંડોરણામાં ઇન્દીરાનગર વિસ્તારમાં એકજ હરોળમાં તૈયાર કરવામાં આવેલ ૧૪ આવાસો સહિત તાલુકાના ૪૩ આવસોમાં શાસ્ત્રોકત વિધીથી પૂજા કરી લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવેલ આ તકે કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે દરેક માણસનું સ્વપ્ન હોય કે તેનું પોતાનું ઘર હોય તે માટે આ યોજનામાં નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ તેમજ સૌચાલય મળી દોઢ લાખની સહાય સીધીજ લાભાર્થીના ખાતામાં જમા થાય છે દરેકને પોતાનું ઘરનું મકાન મળે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ છે વધુમાં જણાવેલ કે આ તાલુકામાંથી અમે રાજકારણની શરૂઆત કરેલ છે વિઠલભાઇની આગવાનીમાં ૩૨ વર્ષથી આ તાલુકાઓ સાથ અને સહકાર આપ્યો છે દરેક સમાજને સાથે રાખીને ચાલ્યા છીએ અને આ તાલુકામાં વિકાસના કામ માટે વધારેમાં વધારે ગ્રાન્ટ મળે તેવા પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છીએ સરકારશ્રી દ્વારા ગરીબ પરિવારોને લાભ મળે તેવી અનેક યોજનાઓ ચાલી રહી છે આ યોજનાના લાભાર્થીઓએ રાજય સરકાર વતી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે લાભાર્થીઓએ વીડીયો કોન્ફરન્સીંગથી સીંધ સંવાદ કરેલ તેમજ ઉપસ્થિત લાભાર્થીઓ અને લોકોએ વિડીયો કોન્ફરન્સથી એકીસાથે ૨૬ જીલાનો આ કાર્યક્રમ નીહાળેલ આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદશ્રી કુંડારીયા,રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, પ્રતિપાલસિંહ જાડેજા, ખીમજીભાઇ બગડા સહિતના આગેવાનોએ પ્રાસંગીક ઉદબોધનો કર્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા,ખીમજીભાઇ બગડા, પ્રતિપાલસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, મહામંત્રી ગૌતમભાઇ વ્યાસ, તાલુકા પંચાયતના પ્રમુખ ઇલાબેન પરમાર, ઉપપ્રમુખ કરશનભાઇ સોરઠીયા, કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, જીલા વિકાસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી જોષી, નિયામકશ્રી બી.એમ.પ્રજાપતિ, મામલતદારશ્રી અપારનાથી, તાલુકા વિકાસ અધિકારી વ્યાસભાઇ, આઇ.આર.ડી.અધિકારી રાજદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનો તથા અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યોએ હાજરી આપી હતી. આ તકે મિશન મંગલમ યોજનાના લાભાર્થીને તાલીમ પ્રમાણપત્ર તેમજ આંગણવાડીની બહેનોને વર્ક ઓર્ડર માન.મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરાયુ હતુ. (તસ્વીર- અહેવાલઃ મનસુખ બાલધા (જામકંડોરણા)ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)(૧૭.૩)  

(12:14 pm IST)