Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

મેંદરડા ગ્રામ્યમાં ૧૦૮ સેવાની મદદથી પ્રસૂતા માતા અને બાળકનો જીવ બચ્યો

મેંદરડા તા.૨૫: એમ.પી.થી મજુરી અર્થે આવેલા અને બોડી ગામે રહેતા શ્રમીક મહિલા સુરલીબેન શાંતિલાલ (રહે.બોડી) (ઉ.વ.૨૪ વર્ષ)ને પ્રસુતીનો અસહય દુઃખાવો ઉપડતા અને તે સમયે મદદ માટે કોઇ જ હાજર ન હોવાથી ઘરે જ બાળકનો જન્મ થઇ ગયો હતો.

માતા તેમજ બાળક ગંભીર અવસ્થામાં  મુકાઇ ગયા હતા. આ વાતની જાણ ગામલોકોને થતાં સેવાભાવીએ તુરંતુ મદદ માટે ૧૦૮ સેવાને જાણ કરી ઓનડયુટી સ્ટાફ ડો.હર્ષાબેન વાજા તથા પાઇલોટ ઉપેન્દ્રભાઇ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા અને જણાયુ કે બાળકની હાલત અતિગંભીર હોય તેથી સ્થળ પર તેમજ રસ્તામા સઘન સારવાર ચાલુ કરી મેંદરડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા અન઼ગે માતા તેમજ બાળકોનો જીવન બચાવ્યો હતો.(૧૧.૪)

(12:09 pm IST)