Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબી નજીક પાનેલી રોડ પર વીજળી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : એક બકરીનું મોત

કાનાભાઇને ડાબા હાથ પર વીજળીની પડવાથી ઇજાઓ પહોંચી: સિવિલ હોસ્પિટલમાં દાખલ

મોરબી : મોરબીના પાનેલી રોડ ઉપર વીજળી પડતા એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. આ સાથે એક બકરીનું મોત પણ નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પાનેલી રોડ ઉપર આવેલ પવડિયા માતાજીના મંદિરની બાજુમાં રહેતા કાનાભાઈ પુંજાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 55, જેમની બાજુમાં વીજળી પડતાં બાજુમાં રહેલ બકરીનું ત્યાજ મોત થઈ ગયુ હતું. અને કાનાભાઇને ડાબા હાથ પર વીજળીની પડવાથી ઇજાઓ પહોંચી હતી. પરિવારજનોએ 108ને જાણ કરતા મહેન્દ્રનગર પાયલોટ હનીફભાઈ અને ઇએમટી મહેન્દ્રસિંહે ઘટના સ્થળે દોડી આવી તરત જ દર્દીને એમ્બ્યુલન્સમાં લઈને સારવાર શરુ કરી હતી. જેથી દર્દીને રાહત થઈ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

   
(11:19 pm IST)