Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબીના નજરબાગ નજીક રેલ્વે કર્મચારી પર બે શખ્શોએ હુમલો કર્યો

ફરજમાં રૂકાવટ અને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજાવતા રેલ્વે કર્મચારી સાથે બે શખ્શોને બોલાચાલી થઇ હોય જે બાબતનો ખાર રાખી બે ઇસમોએ રેલ્વે કર્મચારીને માર મારી ધમકી આપતા ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશને ફરજ બજાવતા ગણેશભાઈ નારાયણભાઈ રામાનુજમીનાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે આરોપી અક્ષય દલસુખભાઈ મકવાણા અને જીતુભાઈ એ બંને શખ્શોએ નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે ફરિયાદી ગણેશભાઈ સાથે બોલાચાલી કરી હતી જેથી આરપીએફને બોલાવતા રેલ્વે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને બંને શખ્શો જતા રહ્યા હતા

(9:45 pm IST)