Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબી જીલ્લાના હળવદ-ટીકર-પલાસવા ફોરલેન આરસીસી રોડની માંગ: સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

મોરબી : કચ્છ જીલ્લો ટાપુ સમાન હોય અને કચ્છને જોડતો સુરજબારી પુલ અવારનવાર ટ્રાફિકજામ સમસ્યા રહેતી હોય જેથી મોરબી જીલ્લાના હળવદ-ટીકર અને પલાસવા (કચ્છ) ફોરલેન આરસીસી રોડ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે હળવદથી ટીકર થઈને પલાસવા કચ્છ માર્ગ ફોરલેન આરસીસી બને તો વાહન વ્યવહાર સરળ બને તેમ છે વર્ષ ૨૦૦૦ દરમિયાન રોડના કામ અંગે ટેન્ડરીંગ પ્રક્રિયા થયેલ અને ૫૦ લાખના ખર્ચે કામ શરુ થયેલ પરંતુ ઘુડખર અભિયાન દ્વારા કાર્ય રોકવામાં આવ્યું હતું રોડના કામ માટે વન વિભાગ ઘુડખર અભિયાન અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીમાં મુખ્યમંત્રી સાથે બેઠક થઇ હતી જેમાં રાજ્ય સરકાર દરખાસ્ત કરી પુનઃ બંધ થયેલ રોડની કામગીરી શરુ થાય તેવી માહિતી મળી છે આ રોડ બનતા કચ્છમાં આવાગમન માટે ૮૦ કિમી જેટલું અંતર ઘટશે જેથી પેટ્રોલ-ડીઝલની અને સમયની બચત થશે કચ્છ-સુરેન્દ્રનગર જીલ્લાના પ્રજાજનો માટે રોડ બનશે જેની ખુબ સારી અસર થશે અને ફાયદો થશે

કચ્છ જીલ્લા સાથે સરહદ આવતી હોય જેથી આર્મીના વાહનોને પણ અવરજવર માટે રસ્તો ઉપયોગી થશે જેથી યોગ્ય કરવા માંગ કરી છે

(9:31 pm IST)