Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ : રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં

સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ ખાબકયો: ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ નોંધાયો છે. ગોંડલ આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. શહેરમાં સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ ખાબકયો છે. શહેરમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને, બાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે

 

(6:56 pm IST)