Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની અવિરત કૃપા ચાર ઇંચ વરસાદ નોંધાયો

પંચનાથ સફુરા નદીમાં ચેકડેમ ઓવરફ્લો: સીઝનનો કુલ 350 me 14 ઇંચ વરસાદ નોંધાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં આજે સતત બીજા દિવસે મેઘરાજાની અવિરત કૃપા જોવા મળી હતી સવારથી ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો હતો અને બપોરે ભારે વરસાદ આવ્યો હતો રવિવાર સાંજના છ વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે
ધોરાજીમાં મેઘરાજાએ કૃપા શાંતિપૂર્ણ કરી છે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પણ ગઈકાલે એકલી વરસાદ આવ્યો હતો આજે ફરી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા સાંજના છ વાગ્યા સુધીમાં 350 me 14 ઇંચ વરસાદ નોંધાયો છે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે
ધોરાજીની પંચનાથ મહાદેવ મંદિર સફુરા નદી નવા પાણી ના નીર આવ્યા છે અને ચેકડેમ ઓવરફલો થયો છે તેમજ ધોરાજીની જનતાને પીવાનું પાણી પુરું પાડતા ફોફળ ડેમમાં પણ પાણી ના નવા નીર આવ્યા છે જેથી ધોરાજીના પીવાના પાણીનો જળસંકટ દૂર થયો છે
ધોરાજી જામકંડોરણા રોડ વેગડી ગામ પાસે મોટું વૃક્ષ ધરાશાયી થયું છે જેના કારણે વાહન વ્યવહાર માં તકલીફ ઉભી થઈ હતી

(6:06 pm IST)