Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ગિરનારમાં ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે રોપ વે સેવા બંધ કરાઈ

આવનારા યાત્રીઓને ધીરે ધીરે કરીને તબક્કાવાર નીચે એક ટ્રોલી દ્વારા નીચે ઉતારવામાં આવી રહ્યા હતા.

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વાંરયો છે દરમિયાન  સવારથી ગીરનાર પર પડી રહેલા વરસાદ અને પવનના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને બપોરે રોપવેની સેવા બંધ કરવાની ફરજ પડી હતી.
  તળેટીમાં આવેલા પોરવે સેવા થોડા સમય માટે બંધ રહેતા પ્રવાસીઓની ભીડ અટકી પડી હતી. જો કે રોપવે સેવા માત્ર જવા માટે જ બંધ કરવામાં આવી હતી. આવનારા યાત્રીઓને ધીરે ધીરે કરીને તબક્કાવાર નીચે એક ટ્રોલી દ્વારા નીચે ઉતારવામાં આવી રહ્યા હતા
જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારે પ્રકૃતિ સોળેકળાએ ખીલો ઉઠી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજમાર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ હતી. ભારે વરસાદના કારણે સ્થાનિક નાગરિકો પણ મોટા પ્રમાણમાં ઘરની બહાર નીકળી ગયા હતા. ગીરના ડુંગર પર ઉપરી વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. દામોદરકુંડના પગથીયા સુધી નવાનીરની આવક થઇ હતી. સોનરખ અને જૂનાગઢ શહેરમાંથી પસાર થતી કાળવ નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું. .

(5:47 pm IST)