Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

જૂનાગઢમાં ધોધમાર વરસાદ : બપોર સુધીમાં ચાર કલાકમાં ચાર ઇંચ ખાબક્યો : ગિરનાર પર્વત પર જળના ધોધ વહ્યા : દામોદરકુંડમાં નવા પાણીની આવક

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :રાજમાર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ: કાળવા નદીમાં ઘોડાપુર

જૂનાગઢ : શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમુકીને મહેરબાની કરી હતી. ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જૂનાગઢમાં સવારે 10 વાગ્યાથી જ મેઘરાજાની પધરામણી થઇ હતી જે બપોર સુધી અવિરત વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જૂનાગઢ શહેરની સાથે ગીરનાર પર્વત પર પણ જાણે જળના ધોધ વહેવા લાગ્યા હતા. જેના કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. તળેટીના દામોદર કુંડમાં નવા નીરની આવક થઇ હતી. દાતા પર વરસેલા વરસાદના કારણે પગથીયાઓ પર પણ ઝરણા વહેતા થાય હતા.

જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારે પ્રકૃતિ સોળેકળાએ ખીલો ઉઠી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજમાર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ હતી. ભારે વરસાદના કારણે સ્થાનિક નાગરિકો પણ મોટા પ્રમાણમાં ઘરની બહાર નીકળી ગયા હતા. ગીરના ડુંગર પર ઉપરી વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. દામોદરકુંડના પગથીયા સુધી નવાનીરની આવક થઇ હતી. સોનરખ અને જૂનાગઢ શહેરમાંથી પસાર થતી કાળવ નદીમાં પણ ઘોડાપુર આવ્યું હતું.

(5:29 pm IST)