Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ટંકારા તાલુકામાં રાત્રીના ૩ વાગ્યાથી મેધરાજાની ધમાકેદાર ઈનિંગ : સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૩ ઈચ વરસાદ નોંધાયો

રાજકોટ -મોરબી હાઇવે ઉપર રાજકોટ થી ૩૫ કિલોમીટર દૂર આવેલ ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી લઈને ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. જ્યારે ટંકારા તાલુકામાં રાત્રીના ૩ વાગ્યાથી મેધરાજાની ધમાકેદાર ઈનિંગ શરૂ થયેલ અને આજે રવિવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૩ ઈચ વરસાદ નોંધાયો હતો. 
રાત્રે ૩ વાગ્યે શરૂ થયેલ અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. મોલને જરૂર હતી ત્યારે આકાશી અમૃત મળતા ખેડૂતો ખુશખુશાલ નજરે પડે છે.
ગામ્ય વિસ્તારમાં પણ રાત્રે સારો વરસાદ પડયાના વાવડ સાપડયા છે.નદીમાં અને ડેમમાં  નવા નિરની આવક થઈ છે.(જયેશ ભટાસણા, ટંકારા).

 

(12:03 pm IST)