Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

જામનગર જિલ્લામાં મેઘમહેર : છેલ્લા 24 કલાકમાં બાલંભામાં સૌથી વધુ 6 ઇંચ ખાબક્યો

પીઠડમાં 2 ઈંચ, ધ્રોલના લતીપુરમાં સવા બે ઈંચ, જાલીયા દેવાણી અને લેયારામાં એક એક ઈંચ: કાલાવડ અને જામજોધપુરના ગ્રામ્યમાં એક-એક ઇંચ વરસાદ

જામનગર જીલ્લામાં આજે સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, તો આજે સવારે 6 વાગ્યા સુધીમાં પાછલા 24 કલાકના ગ્રામીણ વિસ્તારના આંકડાઓ મુજબ જોડીયા તાલુકાના બાલંભામાં સૌથી વધુ 6 ઈંચ, પીઠડમાં 2 ઈંચ, ધ્રોલના લતીપુરમાં સવા બે ઈંચ, જાલીયા દેવાણી અને લેયારામાં એક એક ઈંચ, વરસાદ વરસ્યો છે જયારે કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, મોટા વડાળા, નવાગામ, મોટા પાંચદેવડામાં એક એક ઈંચ, જયારે જામજોધપુરના ધ્રાફા અને પરડવામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે.

(10:58 am IST)