Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

જેતપુરમાં 'જેટ આઇ' સીસીટીવી કેમેરા પ્રોજેકટનું લોકાર્પણ

૪૭ સીસી કેમેરા દ્વારા શહેરનું મોનીટરીંગ થશે

જેતપુર-નવાગઢ,તા.૨૫: જેતપુર શહેરમાં રૂપિયાઙ્ગ ૩૦ લાખના ખર્ચે નિર્મિત 'જેટ આઈ' સી. સી. ટીવી કેમેરા પ્રોજેકટનુંઙ્ગ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે તથા સાંસદ રમેશભાઈ ધડુક, રેન્જ આઇ.જી.  સંદીપસિંહ તેમજ રાજકોટ એસ.પી.  બલરામ મીણાની ઉપસ્થિતિમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું ,

આ પ્રસંગે મંત્રી જયેશભાઇએ જણાવ્યું હતું કે, જેતપુર શહેર ને વધુ એક આધુનિકઙ્ગ સુવિધાનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે, જે જેતપુર શહેરની ગતિ વિધિની સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. તેમણે આ તકે 'જેટ આઈ' સી. સી. ટીવી કેમેરા પ્રોજેકટમાં સહયોગી થનાર શ્રેષ્ઠીઓને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકએ જણાવ્યું હતુ કે જેતપુરની જેમ 'જેટ આઇ' પ્રોજેકટ તમામ શહેરોમાં કાર્યરત થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

રાજકોટ જિલ્લા વડા પોલીસ વડા બલરામ મીણાએ જેતપુર શહેરમાં ૪૮ઙ્ગ કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે તેમ જણાવી શહેરના દરેક સર્કલ પર લગાવેલ સ્પીકરથી લોકોને ઉપયોગી સૂચનો કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તથા લાઈટ જતા બેકઅપ મળે તે માટે કેમેરામાં વગાવવામાં આવેલ ચીપની બાબતે વિગતો આપી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, જેતપુર શહેરમાં લોકાર્પણ થયેલ 'જેટ આઈ' સીસી ટીવી કેમેરા પ્રોજેકટમાં ૪૮ હાઇડેફીનેશન વાળા નાઇટવિઝન કેમેરા દ્વારા સમગ્ર શહેરનું મોનીટરીંગ કરાશે. આ પ્રોજેકટ પાછળ થયેલ રૂપિયા ૩૦ લાખના ખર્ચ પૈકી ૧૫ લાખ રૂપિયા નગરપાલિકા દ્વારા તથા ૧૦.૫ લાખ રૂપિયા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા અને ૪.૫ લાખ રૂપિયા સામાજિક સંસ્થા તેમજ શહેરના શ્રેષ્ઠીજનો દ્વારા આપવામાં આવ્યા છે.

 જેતપુરઙ્ગ માં 'જેટ આઈ' પ્રોજેકટ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા નાયબ જિલ્લા પલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, એલસીબી પી.આઈ.એમ.એન રાણા, જેતપુર સિટી પી.આઈ. જે.ડી. કરમુર, તાલુકા પી.એસ.આઇ. પી.જે.બાટવા ઉપરાંત શહેર તાલુકા સહિતના અધિકારીઓ અને એસ.ઓ.જી સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

આ પ્રસંગે ચીફ ઓફિસર નવનીત પટેલ, અગ્રણી સુરેશભાઈ સખરેલિયા, જયંતીભાઈ રામોલિયા, હરેશભાઈ ગઢિયા, વી.ડી.પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના દરેક વિસ્તારને આવરી લેવામાં આવેલ છે. અને ત્રણ વર્ષના મેન્ટેન્સ સાથેનો કોન્ટ્રાકટ પણ અપાયેલ છે. તીસરી આંખના આ પ્રોજેકટમાં સહયોગ આપનાર સંસ્થા અને દાતાઓનું મોમેન્ટો આપી સન્માન કરાયેલ.

(12:46 pm IST)