Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

બોટાદના રામપુરમાં દોઢ, જુનાગઢ-વંથલી-જોડિયામાં અડધો ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી પાછો જામતો ચોમાસાનો માહોલ

સાવરકુંડલામાં લાંબા સમય વિરામ લીધા બાદ જોરદાર વરસાદ સાથે નાવલીમાં ઘોડાપુર: સાવરકુંડલાઃ  વરસાદે લાંબા સમય વિરામ લીધા બાદ સુપડાની ધારે વરસાદ વરસિયા હતો અને નાવલી નદીમાં ઘોડાપુર આવતા નાસ ભાગ મચી જવા પામી છે. મેઘરાજા એ સાવરકુંડલામા ંઘણા સમય સુધી વિરામ લીધો હતો પરંતુ આજે ભારે ઉકળાટ અને ગરમી ના વાતાવરણ માં પલ્ટો આવી વાદળ છાયું વાતાવરણ થતા જોરદાર અને સુપડાની ધારે વરસાદ વરસેલ હતો અને નાવલી નદીમાં ઘોડાપુર આવતા નાસ ભાગ મચી ગઇ હતી અને નગર પાલિકા દ્વારા ઉપર જોરદાર વરસાદ પડીયા ની જાહેરાત કરતા શહેર ના પાલા કેબીન ધારકોમાં ચિંતા પ્રસરી ગઈ હતી અને પોતાના પાલા કેબીનો ને ફેરવા લાગ્યા હતાઙ્ગ ફૂલ ઉકળાટ ના વાતાવરણમાં વરસાદે ઠંડક કરી દીધી હતી. (તસ્વીર : અહેવાલ ઇકબાલ ગોરી-સાવરકુંડલા) (૯.ર)

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે - ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે આજે સવારથી ધુપ-છાંવ યથાવત છે.

બોટાદ જીલ્લાના રામપુરમાં દોઢ ઇંચ, જયારે જામનગરનાં જોડીયા, જુનાગઢના વંથલી અને જુનાગઢ શહેરમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

સૌરાષ્ટ્રમાં ઉઘાડ જેવી સ્થિતિમાં કાલે ભાવનગર-અમરેલી જિલ્લા ઉપર કૃપા ઉતરી હતી. સાવરકુંડલામાં ચાર ઇંચથી સર્વત્ર પાણી - પાણી થઇ ગયું હતું. ભાવનગરમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. અન્યત્ર ઝાપટા અને ઝરમર હતો. આજના વરસાદથી ઉકળાટમાં રાહત થઇ હતી. ખેતરોમાં પાકને ખૂબ જ ફાયદો થયો હતો. ખેડૂતોએ આજના વરસાદને કાચા સોના જેવો ગણાવ્યો હતો.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : સોરઠમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારે જૂનાગઢ અને વંથલીમાં અર્ધો અર્ધો ઇંચ વરસાદ થયો હતો.

પાંચ દિવસના વિરામ બાદ ગઇકાલે બપોરે જૂનાગઢમાં મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરીને એક ઇંચ પાણી વરસાવ્યું હતું માણાવદર અને માંગરોળ પંથકમાં પણ એક ઇંચ વરસાદ થયો હતો.

આજે વહેલી સવારે જૂનાગઢમાં અડધો ઇંચ મેઘ મહેર થઇ હતી. વંથલીમાં પણ ૧૩ મીમી વરસાદ થતાં લોકોમાં ખુશી છવાઇ ગઇ છે. અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકે દાર એન્ટ્રી થઇ હતી. વીજળીનાં કડાકા- કે ભડાકા વિના એકરસથી વરસાદ વરસ્યો હતો. ચોમાસુ જમાવટ કરી રહ્યુ હોય તેમ સવારે અને બપોરે ધોધમાર વરસાદ વરસી ગયુ હતું. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની મહેર થઇ હતી.

કાલે સવારથી સાંજ સુધીમાં ભાવનગર શહેરમાં પ૯ મી. મી. ઉમરાળામાં ૧ મી. મી. ગારીયાધારમાં પ મી. મી. ઘોઘામાં ૩૧ મી. મી. જેસરમાં ૧૪ મી. મી., તળાજામાં ૬ મી. મી., પાલીતાણામાં ૩૦ મી. મી. અને સિહોરમાં ૧ મી. મી. વરસાદ નોંધાયો છે.

જસદણ

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ : જસદણ પંથકમાં કાલે સાંજે સખ્ત ઉકળાટ બાદ ગાજવીજ સાથે મેઘરાજાનું ધીમીધારે આગમન થયું હતું તે પૂર્વે તાલુકાના ર૦ ગામડાઓમાં પોણોથી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો આ લખાય છે ત્યારે જસદણમાં હજુ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં સખ્ત ઉકળાટ છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં વિંછીયામાં આગ ઓકતી ગરમી બાદ બપોરના કાળા ડીબાંગ વાદળો ચડી આવતા સાંજના પ વાગે મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરતા ધોધમાર દે ધના ધન અંદાજિત બે ઇંચ જેટલુ વ્હાલ રૂપી કાચુ સોનું વરસી જતા - જરૂરત ના સમયે જ મંગલ મેઘકૃપા થઇ જતા મુરજાતી મોલાતને જીવતદાન મળી જતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.

બીજી તરફ વરસાદ આવતા લોકો ભજીયા-પુડલા ખાય તેવું ઠંડુ વાતાવરણ થઇ ગયું છે.

(11:44 am IST)